Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 52 of 153
PDF/HTML Page 65 of 166

 

background image
પ૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
રાજકુમાર એક વાર કહેતા હતાઃ આત્મા એક છે, તેનો
ડંકો નૌવલપુરમાં વગાડવો છે. આ સ્મરણ છેલ્લું લખાણ આપ્યા
પછી બીજે દિવસે આવ્યું.
પોષ વદી બારશને રાત્રે આઠ થી નવ લગભગ આવેલું
સ્મરણ-
રાજકુમારના નૌવલપુરની અંદર કોઈ એક બીજા
ગામમાંથી એક બાઈ આવીને રહેલ હતી. તેનું નામ અજયા હતું.
તેને એક (અજ) બાહુ નામનો દિકરો હતો. ‘બાહુ’ બરાબર
યાદ આવે છે, પણ ‘અજ’ હતું કે શું હતું તે બરાબર યાદ
આવતું નથી. તેનો દીકરો પણ નૌવલપુરમાં આવ્યા પછીથી
ધર્મપ્રેમી થઈ ગયેલ હોય તેમ જણાય છે. તે (અજ) બાહુ એક
ડુંગર ઉપર દિગંબર મુનિની પ્રતિમાનાં દર્શન કરતી વખતે સહજ
સ્મરણમાં આવ્યો. તે ધાર્મિક વૃત્તિનો થઈ ગયો હોય તેમ જણાય
છે. આ સ્મરણ પહેલાં પણ આવેલું હતું, પાછું બીજી વાર આવ્યું.
તે અજબાહુ ધર્મ તરફ વળેલ હોવાથી તથા જ્ઞાનમાં કાંઈક
બળિયો હોવાથી રાજકુમારને તેના ઉપર પ્રેમ હતો. તે (અજ)
બાહુ કોઈ કોઈ વાર સમોસરણમાં પણ જોવામાં આવે છે.
પછીથી કોઈ કારણસર તે અજયાબાઈના દીકરાના
અભિપ્રાયો વસ્તુસ્થિતિથી બદલાણા, ને તે પ્રમાણે તે રાજકુમાર
પાસે સજ્જડતાથી આગ્રહપૂર્વક સ્થાપતા; રાજકુમારને, તેનું
નિમિત્ત પણ પોતા વડે, તે અભિપ્રાયો બેસતા. તેમાંથી બધા યાદ
આવતા નથી, કેટલાક યાદ સહજ આવે છે.