જાતિસ્મરણજ્ઞાન પ૩
________________________________________________________
રાજકુમાર પ્રત્યે લાભભાઈને તથા દેવાભાઈને મહિમા
હોવાથી તે પણ (અજ) બાહુના અભિપ્રાયો કેટલીક વાર
સાંભળવા જતા. તેમાંથી તેમને પણ પોતા વડે કેટલાક બેસતા.
રાજકુમારને (અજ) બાહુના અભિપ્રાયો ઘણાખરા બેસતા.
આ નીચે મુજબ (અજ) બાહુ કહેતા હતા-
આત્મા દેશપ્રત્યક્ષ છે, સર્વપ્રત્યક્ષ નથી;
ગુણ પ્રત્યક્ષ છે, દ્રવ્ય પ્રત્યક્ષ નથી.
અમુક લુગડું હોય છતાં પણ મોક્ષ થાય છે.
સખતાઈ પણે કહું છું કે જ્ઞાનશક્તિ જ ખરી છે, બીજું
સર્વ પાણીનું પૂર છે. -એવો એકાંત આગ્રહરૂપ, નિષેધરૂપ
અભિપ્રાય.
ત્યાં ભક્તિનો પ્રકાર બહુ દેખાવાથી તેના નિષેધરૂપ
અભિપ્રાય.
-આવી જાંતના ભાવો યાદ આવે છે. આવા કેટલાક
અભિપ્રાયો સહજ સ્મરણમાં આવ્યા છે તે જણાવ્યા છે.
(અજ) બાહુએ કહેલા અભિપ્રાય વિષે રાજકુમાર
દેવાભાઈને કહેતા, તે વિષે વાત કરતા.
સર્વના અભિપ્રાયો અમુક પ્રકારે આવી રીતે કેટલાક
પરિણમતા હતા. મૂળ વિશેષ વિરાધના (અજ) બાહુથી થઈ છે,
તેમ સહજ સ્મરણરૂપ વેદનમાં આવે છે તેમ જણાવ્યું છે.
જેમ અત્યારના થયેલા પરિણામો સ્મરણમાં આવે તેમ
પૂર્વના થયેલા અમુક પરિણામો સહજ સ્મરણરૂપ વેદનમાં આવે છે.