Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 54 of 153
PDF/HTML Page 67 of 166

 

background image
પ૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
આ તો બહારના નિમિત્તે થયેલ અમુક પ્રકાર યાદ આવે
છે. અભિપ્રાયમાં વિશેષે શું થયું હોય તે યાદ આવતું નથી.
અમારાથી માયા શું થઈ છે તે યાદ આવતું નથી.
(અજ) બાહુ તે નારણભાઈનો આત્મા છે, તેમ બે ત્રણ
વાર ઊછળી ઊછળીને સહજ સ્મરણ આવે છે, પણ ત્યાંથી આ
તેમનો સીધો ભવ હોય તેમ સહજ સ્મરણ આવતું નથી.
ખ્યાલમાં નહિ એવો આ વિરાધનાનો પ્રકાર સહજ
સ્મરણમાં આવ્યો છે.
આવા ઊંધા અભિપ્રાયના બહારના પ્રકાર વખતે રાધારાણી
નહોતાં. તેમનો આત્મા બીજી ગતિમાં ગયેલ હતો.
રાજકુમારને બીજાં બે રાણી હતાં, તેમાંથી એક સુભંગા
અને બીજાં પટોધરા નામે હતાં. તે રાણીના વર્ણન વિષે વિશેષ
યાદ આવતું નથી.
રાજકુમાર છેવટે વેદનાની સ્થિતિમાં સખત પુરુષાર્થપણે
રહી શકયા નહોતા તેમ સહજ સ્મરણ આવે છે. રાજકુમારને હું
ત્યાં, તેમના શરીરને, જોવા ગયો હતો; પલંગ જેવું હતું, તેમાં
રાજકુમાર સૂતા હતા; તે વિષે વિશેષ યાદ આવતું નથી.
રાજકુમાર ત્યાંથી અહીં આવ્યા તે પ્રકાર પણ યાદ આવે
છે. નૌવલપુરના માણસોના હૃદયમાં ખેદ પ્રસરી રહ્યો હતો.-તે
વિષે વિશેષ યાદ આવતું નથી.
ત્યાનું દેવાભાઈનું દેહપ્રમાણ અહીંના દેહ સાથે મેળ ન