વ્યવહારનું સ્વરૂપ અદ્ભુત રહસ્યભરેલું, સૂક્ષ્મ, ગહન-
પ્રશમરસઝરતી વાણીમાં-આવતું હતું. તે બધાંનો વિસ્તાર શું હતો
તે યાદ આવતું નથી.
સીમંધર ભગવાનની વાણી જાણે સમુદ્ર ઊછળ્યો હોય તેવી
અપેક્ષિત, સત્ના સૂક્ષ્મ અંશો પ્રકાશનારી, સ્વદ્રવ્ય-પરદ્રવ્યની
સ્વતંત્રતાની પ્રધાનતા બતાવનારી, ચારે બાજુથી સૂક્ષ્મ રહસ્ય
સહિત પૂર્ણ સ્વરૂપ પ્રકાશનારી એવી અદ્ભુત યાદ આવે છે,
મહિમા બહુ આવે છે. ભગવાનની અભેદ વાણીમાં અનંતા
ભાવોનો પ્રકાશ થાય છે,-વગેરે યાદ આવતાં મહિમા બહુ આવે
છે; એની વિશેષ સ્પષ્ટતા યાદ આવતી નથી.
આ જીવ આ ભવ પહેલાં મહાવિદેહક્ષેત્રમાં દેવા... ભાઈ
દેવલોકનું થોડું વર્ણન યાદ આવે છે. સ્પષ્ટતાને કારણે સાક્ષાત્
જેવું જણાતું હોય તેમ ભાસે છે.