Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 71 of 153
PDF/HTML Page 84 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૭૧
________________________________________________________
હતું દેવલોકના બાગબગીચા, મહેલો સર્વ રત્નમય હતું.
બાગબગીચા બધું રત્નોનું હોવા છતાં ફરકતાં હતાં. દરેક
મહેલોમાં જુદા જુદા રંગનાં અને જુદી જુદી જાતનાં રત્નો હતાં;
દેવલોકમાં ફરવાનાં સ્થાન જુદાં રત્નમય હતાં; બેસવાનાં સ્થાન,
આસનો બધાં જુદાં હતાં; જ્યાં દેવો નાટક દેખાડે તે સ્થાન જુદાં;
દેવોને પહેરવાનાં, અનેક પ્રકારનાં રત્નોનાં વસ્ત્રાભરણના પટારા
મહેલોમાં હતા.
શોભીતાં જિનાલયો હતાં; કમાન વાળેલા, સ્ફટિક જેવા
સફેદ રત્નનાં મોટાં ઊંચાં દ્વારો જિનાલયોમાં હતાં. દેવલોકમાં
જિનાલયમાં પૂજા વગેરે દેવો કરતા હતા, શાશ્વતાં પુસ્તકો
રત્નમય હતાં; પૂઠાં રત્નનાં, અક્ષરો રત્નના હતા. દેવલોકની સર્વ
ચીજ રત્નમય હતી. વ્યવહારે તે સ્વર્ગપુરી આશ્ચર્યકારી છે.
શોભીતાં જિનાલયો, તેમાં સમવસરણ હતાં; નદી, તળાવ,
મોટાં મોટાં ચળકતાં રત્નના ગઢો, ભગવાનનું સિંહાસન,
જિનાલયનાં શિખરો મોટાં મોટાં, અનેક કારીગરીથી ભરેલાં,
રત્નોનાં, વર્ણવી ન શકાય એવાં હતાં- જાદુભરી સમવસરણ-
રચના હતી. જે રચના હતી તેમાંથી બધું યાદ આવતું નથી, થોડું
ઉપર પ્રમાણે યાદ આવે છે; તેની સાથે સ્પષ્ટતાને કારણે
નિઃશંકતા બહુ આવે છે.
આ રહી રત્નમય દીવાલ, આ રહ્યાં રત્નમય જિનાલયો,
આ રહ્યાં જુદાં જુદાં મહેલનાં સ્થાનો, આ રહ્યાં ફરવાનાં