Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 153
PDF/HTML Page 85 of 166

 

background image
૭૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
બાગબગીચા વગેરેનાં-સ્થાનો, આ રહ્યા જુદા જુદા મહેલો, એમ
સ્પષ્ટપણે સાક્ષાત્ જેવું જણાય છે; પરંતુ બધાં કેવાં રત્નનાં, કેવી
કારીગરીવાળાં છે તેમ તેનો વિસ્તાર જણાતો નથી; બધું રત્નનું
છે તેમ જણાય છે, પણ વિસ્તાર જણાતો નથી.
દેવલોક અદ્ભુત પ્રકાશમય,-સફેદ રત્ન, લાલ રત્ન,
ગુલાબી રત્ન-અનેક પ્રકારનાં રત્નોમય યાદ આવે છે.
દેવલોકમાંથી અમે બધા દેવો ભગવાનના જન્માભિષેક માટે
મેરુપર્વત પર ગયા હોઈએ તે કારણથી અથવા કોઈ પણ
કારણથી મેરુપર્વત થોડો થોડો યાદ આવે છે, વિશેષપણે યાદ
આવતો નથી.
દ્વીપ-સમુદ્ર પણ થોડા થોડા યાદ આવે છે. તે સ્પષ્ટતાને
કારણે સાક્ષાત્ કેમ જણાતું હોય તેમ ભાસે છે.
આ રહ્યો સમુદ્ર, આ રહ્યા પર્વતો, આ રહ્યો દ્વીપ, આ રહી
ચક્રવર્તીની નગરી વગેરે નગરીઓ; છે તેમ જણાય છે, પણ તેનો
વિસ્તાર જણાતો નથી કોઈ પર્વત રૂપાનો, કોઈ રત્નનો છે;-આ
રહ્યો રૂપાનો, આ રહ્યો રત્નનો તેમ જણાય છે, પણ તેનો
વિસ્તાર જણાતો નથી. આ રહ્યો સમુદ્ર વગેરે તેમ જણાય છે
પણ વિસ્તાર જણાતો નથી.
ભગવાનની ધ્વનિમાં આ જીવે પૂર્વે દેવાભાઈના ભવમાં
ભવ વગેરેનું વર્ણન સાંભળેલું હોય અથવા દેવલોકમાં, મેરુપર્વત
જે જે જોયેલું હોય તે યાદ આવતું હોય અને સ્પષ્ટતાને કારણે
યાદ