Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 153
PDF/HTML Page 97 of 166

 

background image
૮૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ભરેલું છે તેમ યાદ આવે છે.
ભગવાનની વાણીમાં ભવાંતરની વાત આવેલી, તેથી
(કહાન) ગુરુદેવનો આત્મા પૂર્વભવે રાજકુમાર હતા વગેરે
ગયાકાળના દિવ્યતાવાળા ભવો અને આવતા કાળના દિવ્ય
ભવોની વાતો વારંવાર યાદ આવ્યા કરે છે; અને ભવિષ્યે તીર્થંકર
થવાના છે તે વાત વારંવાર યાદ આવે છે અને મહિમા બહુ
આવે છે.
મહાન આત્મા (કહાન) ગુરુદેવનાં ચરણોમાં
વારંવાર નમસ્કાર
આ બધો ગુરુદેવનો પરમ પ્રતાપ છે; આ બધું આપનું છે.
પરમ આશ્ચર્યકારી, શ્રુતસમુદ્ર, ભાવીના ભગવાન ગુરુદેવનાં
ચરણકમળમાં પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર.
ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની એકાગ્રતા સહજ થતાં
આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણોમાં
વારંવાર નમસ્કાર.
આ બધો, પરમ પ્રતાપી એવા ગુરુદેવનો જ પ્રતાપ છે.
અદ્ભુત આત્મા એવા કહાન ગુરુદેવનાં ચરણકમળમાં
વારંવાર નમસ્કાર
**
૨૦૧૯, માહ માસ-
આ જાતની ધૂન ઘણા મહિનાઓ સુધી રહ્યા કરતી હતી