જાતિસ્મરણજ્ઞાન ૮૩
________________________________________________________
ઊછળતાં હોય તેવી અદ્ભુત છે. સાંભળનારને જલદી
ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય તેવી છે.
સીમંધર ભગવાનની વાણીની શું મહિમા થાય! આ તો
ઉલ્લાસ આવતાં લખાઈ જાય છે. અગણિત અનંત સ્વભાવો
અને અગણિત અનેક અનેરા વાચકોથી ભરપૂર, અનંત
ગંભીરતાથી ભરેલી વાણીની શું વાત થાય! ભગવાનની વાણી
એકાક્ષરી હોવા છતાં અનંત પડખાંઓથી ભરપૂર હોય છે.
સમવસરણમાં સીમંધર ભગવાનનાં દર્શન થતાં બહુ
ઉલ્લાસ આવે છે, વંદન થઈ જાય છે.
ગણધરદેવ અને મુનિરાજો યાદ આવે છે ને હૃદય નમી પડે
છે.
દેવલોકમાં રત્ને જડિત શાશ્વતાં શાસ્ત્રો છે, જેમાં રત્ને
જડિત અક્ષરો છે. મોટાં મોટાં રત્ને જડિત શાસ્ત્રો છે, તેમાં ચૌદે
બહ્માંડના સ્વરૂપનું વર્ણન છે. જેમાં-
સત્ સોહામણું અખંડ વિશ્વ,
સ્વાધીન સુખકારી તત્ત્વ,
સમ્યક્રૂપે પરિણમેલી દ્રષ્ટિ,
દ્રવ્યનું સામર્થ્ય,
ગુણસાગર ચૈતન્ય આત્મા,
આનંદસ્વરૂપી આત્મા,
ચૈતન્યસૂર્યનો પ્રકાશ,
-વગેરે વાતોનું સ્વરૂપ રહસ્યથી ભરપૂર વિસ્તારથી