दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव । बावण्णहीण बियसयपयडिविणासेण होंति ते
सिद्धा ।।१।।’ (પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, બે વેદનીયની, અઠાવીસ
મોહનીયની, ચાર આયુની, ત્રાણું નામની, બે ગોત્રની અને પાંચ અંતરાયની — એ રીતે
એકસો અડતાળીસ પ્રકૃતિઓના નાશથી સિદ્ધ થાય છે.)’’ — એ ગાથામાં૧ કહેલા ક્રમથી
એકસો અડતાળીસ ઉત્તર પ્રકૃતિરૂપ ભેદથી, અને અસંખ્યાત લોકપ્રમાણ પૃથ્વીકાય –
નામકર્મ આદિ ઉત્તરોત્તર પ્રકૃતિરૂપ ભેદથી અનેક ભેદવાળો છે, એમ ‘जिणक्खादो’ શ્રી
જિનેન્દ્રદેવે કહ્યું છે. ૩૧.
આ રીતે, આસ્રવના વ્યાખ્યાનની ત્રણ ગાથાઓથી પ્રથમ સ્થળ સમાપ્ત થયું.
હવે, બે ગાથાઓથી બંધનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ગાથાના પૂર્વાર્ધથી ભાવબંધ
અને ઉત્તરાર્ધથી દ્રવ્યબંધનું સ્વરૂપ કહે છેઃ —
ગાથા ૩૨
ગાથાર્થઃ — જે ચેતનભાવથી કર્મ બંધાય છે તે ભાવબંધ છે અને કર્મ તથા
णव दु अट्ठवीसा चउ तियणवदी य दोण्णि पंचेव । बावण्णहीण बियसयपयडिविणासेण होंति
ते सिद्धा ।।१।।’’ इति गाथाकथितक्रमेणाष्टचत्वारिंशदधिकशतसंख्याप्रमितोत्तरप्रकृतिभेदेन तथा
चासंख्येयलोकप्रमितपृथिवीकायनामकर्माद्युत्तरोत्तरप्रकृतिरूपेणानेकभेद इति ‘‘जिणक्खादो’’
जिनख्यातो जिनप्रणीत इत्यर्थः ।।३१।। एवमास्रवव्याख्यानगाथात्रयेण प्रथमस्थलं गतम् ।
अतः परं सूत्रद्वयेन बन्धव्याख्यानं क्रियते । तत्रादौ गाथापूर्वार्धेन भावबन्धमुत्तरार्धेन
तु द्रव्यबन्धस्वरूपमावेदयति : —
बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधो सो ।
कम्मादपदेसाणं अण्णोण्णपवेसण इदरो ।।३२।।
बध्यते कर्म्म येन तु चेतनभावेन भावबन्धः सः ।
कर्म्मात्मप्रदेशानां अन्योन्यप्रवेशनं इतरः ।।३२।।
૧. સિદ્ધભક્તિ ગાથા ૮.
જિસ ચેતન - પરિણામહ કર્મ, બંધિહૈ ભાવબંધ સો મર્મ;
આતમ - કર્મ - દેશ - પરવેશ, આપસ માહિ દ્રવ્ય યહ દેશ. ૩૨.
૧૦૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ