ગાથા ૩૩
ગાથાર્થઃ — પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ — એ ભેદોથી બંધ ચાર પ્રકારનો
છે; યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે અને કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.
ટીકાઃ — ‘पयडिट्ठिदिअणुभागप्पदेसभेदादु चदुविधो बन्धो’ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ
અને પ્રદેશના ભેદથી બંધ ચાર પ્રકારનો છે, તેનો વિસ્તારઃ — જ્ઞાનાવરણકર્મનો સ્વભાવ
શો છે? જેમ પડદો દેવના મુખને ઢાંકી દે છે, તેમ જ્ઞાનાવરણકર્મ જ્ઞાનને ઢાંકી દે છે.
દર્શનાવરણ કર્મનો સ્વભાવ શો છે? રાજાના દર્શનમાં પ્રતિહારી જેમ રોકે છે, તેમ
દર્શનાવરણકર્મ દર્શનમાં અટકાયત કરે છે. શાતા અને અશાતા વેદનીયનો સ્વભાવ શો છે?
મધથી લિપ્ત તલવારની ધાર ચાટવાથી જેમ થોડું સુખ અને ઘણું દુઃખ થાય છે, તેમ
વેદનીયકર્મ અલ્પ સુખ અને અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. મોહનીયનો સ્વભાવ શો છે?
મદ્યપાનની જેમ હેય – ઉપાદેય પદાર્થના વિચારમાં વિકળતા. આયુષ્યકર્મનો સ્વભાવ શો છે?
બેડીની પેઠે એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં રોકવું તે. નામકર્મનો સ્વભાવ શો છે?
ચિત્રકારની પેઠે અનેક પ્રકારનાં રૂપ કરવાં તે. ગોત્રકર્મનો સ્વભાવ શો છે? નાનાં - મોટાં
વાસણ બનાવનાર કુંભારની જેમ ઉચ્ચ કે નીચ ગોત્ર કરવાં તે. અંતરાયકર્મનો સ્વભાવ
શો છે? ભંડારીની પેઠે દાનાદિ કાર્યમાં વિઘ્ન કરવું તે. કહ્યું છે કેઃ — ‘‘પટ, પ્રતિહાર –
દ્વારપાળ, તલવાર, મધ, બેડી, ચિત્રકાર, કુંભાર અને ભંડારી; — એ આઠેનો જેવો સ્વભાવ
प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदात् तु चतुर्विधिः बन्धः ।
योगात् प्रकृतिप्रदेशौ स्थित्यनुभागौ कषायतः भवतः ।।३३।।
व्याख्या — ‘‘पयडिट्ठिदिअणुभागप्पदेसभेदादु चदुविधो बन्धो’’ प्रकृतिस्थित्यनुभाग-
प्रदेशभेदाच्चतुर्विधो बन्धो भवति । तथाहि — ज्ञानावरणीयस्य कर्मणः का प्रकृतिः ?
देवतामुखवस्त्रमिव ज्ञानप्रच्छादनता । दर्शनावरणीयस्य का प्रकृतिः ? राजदर्शनप्रतिषेधक-
प्रतीहारवरद्दर्शनप्रच्छादनता । सातासातवेदनीयस्य का प्रकृतिः ? मधुलिप्तखङ्गधारास्वाद-
नवदल्पसुखबहुदुःखोत्पादकता । मोहनीयस्स का प्रकृतिः ? मद्यपानबद्धेयोपादेय-
विचारविकलता । आयुःकर्मणः का प्रकृतिः ? निगडवद्गत्यन्तरगमननिवारणता । नामकर्मणः
का प्रकृतिः ? चित्रकारपुरुषवन्नानारूपकरणता । गोत्रकर्मणः का प्रकृतिः ? गुरुलघुभाजन-
कारककुम्भकारवदुच्चनीचगोत्रकरणता । अन्तरायकर्मणः का प्रकृतिः ? भाण्डागारिक-
वद्दानादिविघ्नकरणतेति । तथाचोक्तं — ‘‘पडपडिहारसिमज्जाहलिचित्तकुलालभंडयारीणं । जह
૧૦૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ