तुच्छ चुदा णिव्वुदिं जंति ।।’ [શક્ર (પ્રથમ સ્વર્ગના ઇન્દ્ર), પ્રથમ સ્વર્ગની ઇન્દ્રાણી (શચી),
દક્ષિણ દિશાના ઇન્દ્ર, લોકપાલ અને લૌકાંતિક દેવો એ બધા સ્વર્ગથી ચ્યુત થઈને મોક્ષ
પામે છે.] એ ગાથામાં૧ કહેલાં પદો તથા આગમનિષિદ્ધ અન્ય પદો છોડીને, ભવનાશક
નિજશુદ્ધાત્મભાવનાથી રહિત વર્તતો થકો અને ભવ – ઉત્પાદક મિથ્યાત્વ – રાગાદિભાવના
સહિત વર્તતો થકો આ જીવ અનંતવાર જન્મ્યો અને મર્યો છે. — એ રીતે ‘ભવસંસાર’
જાણવો.
હવે, ભાવસંસારનું કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણેઃ — સર્વજઘન્ય
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત, સર્વજઘન્ય મન - વચન - કાયાના પરિસ્પંદરૂપ,
શ્રેણીના અસંખ્યાતમા ભાગપ્રમાણ, ચાર સ્થાનમાં પતિત એવાં સર્વજઘન્ય યોગસ્થાનો હોય
છે. તેવી જ રીતે સર્વોત્કૃષ્ટ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ મન - વચન
- કાયાના વ્યાપારરૂપ, તેને યોગ્ય શ્રેણીના અસંખ્યાતમા ભાગપ્રમાણ, ચાર સ્થાનોમાં પતિત
એવાં સર્વોત્કૃષ્ટ યોગસ્થાનો હોય છે. તેવી જ રીતે સર્વજઘન્ય સ્થિતિબંધનાં નિમિત્તભૂત,
સર્વજઘન્ય કષાય – અધ્યવસાયનાં સ્થાન તેને યોગ્ય અસંખ્યાત લોકપ્રમાણ અને
ષટ્સ્થાનપતિત હોય છે. તેમજ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધનાં નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ કષાય –
અધ્યવસાયનાં સ્થાનો પણ અસંખ્યાત લોકપ્રમાણ અને ષટ્સ્થાનપતિત હોય છે. તે જ પ્રમાણે
સર્વજઘન્ય અનુભાગબંધનાં નિમિત્તભૂત, સર્વજઘન્ય અનુભાગ – અધ્યવસાયનાં સ્થાનો
तच्छ चुदा णिव्वुदिं जंति ।१।’’ इति गाथाकथितपदानि तथागमनिषिद्धान्यन्यपदानि च त्यक्त्वा
भवविध्वंसकनिजशुद्धात्मभावनारहितो भवोत्पादकमिथ्यात्वरागादिभावनासहितश्च सन्नयं
जीवोऽनन्तवारान् जीवितो मृतश्चेति भवसंसारो ज्ञातव्यः ।
अथ भावसंसारः कथ्यते । तद्यथा — सर्वजघन्यप्रकृतिबन्धप्रदेशबन्धनिमित्तानि
सर्वजघन्यमनोवचनकायपरिस्पन्दरूपाणि श्रेण्यसंख्येयभागप्रमितानि चतुःस्थानपतितानि
सर्वजघन्ययोगस्थानानि भवन्ति तथैव सर्वोत्कृष्टप्रकृतिबन्धप्रदेशबन्धनिमित्तानि सर्वोत्कृष्ट-
मनोवचनकायव्यापाररूपाणि तद्योग्यश्रेण्यसंख्येयभागप्रमितानि चतुःस्थानपतितानि सर्वोत्कृष्ट-
योगस्थानानि च भवन्ति । तथैव सर्वजघन्यस्थितिबन्धनिमित्तानि सर्वजघन्यकषायाध्यवसाय-
स्थानानि तद्योग्यासंख्येयलोकप्रमितानि षट्स्थानपतितानि च भवन्ति । तथैव च
सर्वोत्कृष्टस्थितिबंधनिमित्तानि सर्वोत्कृष्टकषायाध्यवसायस्थानानि तान्यप्यसंख्येयलोकप्रमितानि
૧. મૂળાચાર અ. – ૧૨ ગાથા ૧૪૨.
૧૨૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ