આવેલાને વજ્રના પાંજરા જેવો નિજ શુદ્ધાત્મા તે પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અશરણ
અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન કર્યું. ૨.
હવે, સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છે — શુદ્ધાત્મદ્રવ્યથી ભિન્ન પૂર્વે મેળવેલાં, પૂર્વે
નહિ મેળવેલાં અને મિશ્ર એવાં પુદ્ગલ દ્રવ્યો, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મરૂપે તથા શરીરના
પોષણને માટે ભોજન, પાન વગેરે પાંચે ઇન્દ્રિયના વિષયરૂપે આ જીવે અનંતવાર ગ્રહણ
કરીને છોડ્યાં છે — એ ‘દ્રવ્યસંસાર’ છે. સ્વ - શુદ્ધાત્મદ્રવ્ય સંબંધી સહજ શુદ્ધ
લોકાકાશપ્રમાણ અસંખ્ય પ્રદેશોથી ભિન્ન જે લોકાકાશના પ્રદેશો છે, તેમાં એકેક પ્રદેશને
વિષે વ્યાપીને જ્યાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય, એવો કોઈ પણ પ્રદેશ
નથી — તે ‘ક્ષેત્રસંસાર’ છે. સ્વશુદ્ધાત્માના અનુભવરૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ છોડીને
દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ ઉત્સર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ અવસર્પિણી
કાળના એક એક સમયમાં અનેક પરાવર્તન કરીને, જેમાં અનંતવાર આ જીવ જન્મ્યો કે
મર્યો ન હોય, એવો કોઈ પણ સમય નથી — એ ‘કાળસંસાર’ છે. અભેદ રત્નત્રયાત્મક
સમાધિના બળથી સિદ્ધગતિમાં નિજાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ પર્યાયરૂપ
જે ઉત્પાદ — તેને છોડીને નરક, તિર્યંચ અને મનુષ્યભવમાં તથા દેવના ભવોમાં
નિશ્ચયરત્નત્રયની ભાવનારહિત, ભોગાકાંક્ષાનિદાનપૂર્વક દ્રવ્ય - તપશ્ચરણરૂપ જિનદીક્ષાના
બળથી નવ ગ્રૈવેયક સુધી, ‘सक्को सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य । लोयंतिया य देवा
शरणागतवज्रपञ्जरसदृशं निजशुद्धात्मानं प्राप्नोति । इत्यशरणानुप्रेक्षा व्याख्याता ।।२।।
अथ संसारानुप्रेक्षा कथ्यते — शुद्धात्मद्रव्यादितराणि सपूर्वापूर्वमिश्रपुद्गलद्रव्याणि
ज्ञानावरणादिद्रव्यकर्मरूपेण, शरीरपोषणार्थाशनपानादिपञ्चेन्द्रियविषयरूपेण चानन्तवारान्
गृहीत्वा विमुक्तानीति द्रव्यसंसारः । स्वशुद्धात्मद्रव्यसंबन्धिसहजशुद्धलोकाकाशप्रमिता-
संख्येयप्रदेशेभ्यो भिन्ना ये लोकक्षेत्रप्रदेशास्तत्रैकैकं प्रदेशं व्याप्यानन्तवारान् यत्र न जातो न
मृतोऽयं जीवः स कोऽपि प्रदेशो नास्तीति क्षेत्रसंसारः । स्वशुद्धात्मानुभूति-
रूपनिर्विकल्पसमाधिकालं विहाय प्रत्येकंदशकोटाकोटिसागरोपमप्रमितोत्सर्पिण्यव-
सर्पिण्येकैकसमये नानापरावर्त्तनकालेनानन्तवारानयं जीवो यत्र न जातो न मृतः स समयो
नास्तीति कालसंसारः । अभेदरत्नत्रयात्मकसमाधिकालेन सिद्धगतौ स्वात्मोपलब्धिलक्षण-
सिद्धपर्यायरूपेण योऽसावुत्पादो भवस्तं विहाय नारकतिर्यग्गमनुष्यभवेषु तथैव देव-
भवेषु च निश्चयरत्नत्रयभावनारहितभोगाकांक्षानिदानपूर्वकद्रव्यतपश्चरणरूपजिनदीक्षाबलेन
नवग्रैवेयकपर्यन्तं, ‘‘सबको सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य । लोयंतिया य देवा
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૯