Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Asharan Anupreksha.

< Previous Page   Next Page >


Page 118 of 272
PDF/HTML Page 130 of 284

 

background image
સંબંધભાવથી ગ્રહેલા જે સ્ત્રી આદિ ચેતન પદાર્થ, સુવર્ણાદિ અચેતન પદાર્થ તથા ચેતન
- અચેતન મિશ્ર પદાર્થ વગેરે લક્ષણવાળા આ બધા પદાર્થો અધ્રુવ છે, એમ ભાવના કરવી.
તેવી ભાવનાવાળા પુરુષને તેમનો વિયોગ થવા છતાં પણ એંઠા ભોજનની જેમ મમત્વ થતું
નથી. તેમાં મમત્વનો અભાવ હોવાથી અવિનાશી એવા નિજ પરમાત્માને જ ભેદાભેદ
રત્નત્રયની ભાવના વડે ભાવે છે અને જેવા અવિનાશી આત્માની ભાવના કરે છે; તેવા
જ અક્ષય, અનંત સુખસ્વભાવી મુક્તાત્માને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અધ્રુવ અનુપ્રેક્ષા પૂરી
થઈ. ૧.
હવે, અશરણ અનુપ્રેક્ષા કહેવામાં આવે છેનિશ્ચયરત્નત્રયપરિણત જે
સ્વશુદ્ધાત્મદ્રવ્ય તે અને તેના બહિરંગ સહકારી કારણભૂત પંચ પરમેષ્ઠીની આરાધના શરણ
છે, તેમનાથી ભિન્ન જે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી, સુભટ, કોટિભટ, પુત્ર આદિ ચેતન પદાર્થો
તથા પર્વત, કિલ્લો, ભોંયરું, મણિ, મંત્ર, તંત્ર, આજ્ઞા, મહેલ, ઔષધ આદિ અચેતન પદાર્થો
તથા ચેતન
અચેતન મિશ્ર પદાર્થો પણ મરણ આદિના સમયમાં, મહાન વનમાં વાઘે પકડેલ
હરણના બચ્ચાની જેમ અથવા મહાસમુદ્રમાં વહાણમાંથી પડી ગયેલ પક્ષીની જેમ, શરણરૂપ
થતા નથી, એમ જાણવું. તે જાણીને ભોગોની વાંછારૂપે નિદાન બંધાદિનું અવલંબન ન લેતાં,
સ્વસંવેદનથી ઉત્પન્ન સુખામૃતના ધારક સ્વ
- શુદ્ધાત્માનું જ અવલંબન લઈને (તે શુદ્ધાત્માની)
ભાવના કરે છે. જેવા શરણભૂત આત્માને તે ચિંતવે છે તેવો જ સર્વકાળે શરણભૂત, શરણે
अचेतनं सुवर्णादिकं, तदुभयमिश्रं चेत्युक्तलक्षणं तत्सर्वमध्रुवमिति भावयितव्यम्
तद्भावनासहितपुरुषस्य तेषां वियोगेऽपि सत्युच्छिष्टेष्विव ममत्वं न भवति तत्र
ममत्वाभावादविनश्वरनिजपरमात्मानमेव भेदाभेदरत्नत्रयभावनया भावयति, यादृश-
मविनश्वरमात्मानं भावयति तादृशमेवाक्षयानन्तसुखस्वभावं मुक्तात्मानं प्राप्नोति
इत्यध्रुवानुप्रेक्षा
गता ।।।।
अथाशरणानुप्रेक्षा कथ्यतेनिश्चयरत्नत्रयपरिणतं स्वशुद्धात्मद्रव्यं तद् बहिरङ्ग-
सहकारिकारणभूतं पञ्चपरमेष्ठयाराधनञ्च शरणम्, तस्माद्बहिर्भूता ये देवेन्द्रचक्रवर्त्ति-
सुभटकोटिभटपुत्रादिचेतना गिरिदुर्गभूविवरमणिमन्त्राज्ञाप्रासादौषधादयः पुनरचेतनास्त-
दुभयात्मका मिश्राश्च मरणकालादौमहाटव्यां, व्याघ्रगृहीतमृगबालस्येव, महासमुद्रे
पोतच्युतपक्षिण इव शरणं न भवन्तीति विज्ञेयम्
तद्विज्ञाय भोगकांक्षारूप-
निदानबन्धादिनिरालम्बने स्वसंवित्तिसमुत्पन्नसुखामृतसालम्बने स्वशुद्धात्मन्येवावलम्बनं कृत्वा
भावनां करोति
यादृशं शरणभूतमात्मानं भावयति तादृशमेव सर्वकालशरणभूतं
૧૧૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ