Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Bar Anuprekshanu Kathan, 35 : Adhroov Anupreksha.

< Previous Page   Next Page >


Page 117 of 272
PDF/HTML Page 129 of 284

 

background image
જ્ઞાનાદિના દાનને પણ ત્યાગ કહેવામાં આવે છે. ૮. ‘આ મારું છે’ એવા અભિપ્રાયની
નિવૃત્તિ તે આકિંચન્ય છે. શરીરાદિ પ્રાપ્ત પરિગ્રહોમાં પણ સંસ્કાર છોડીને ‘આ મારું છે’
એવા અભિપ્રાયની નિવૃત્તિને આકિંચન્ય કહેવામાં આવે છે. ‘જેનું કાંઈ પણ નથી’ એ
અકિંચન છે, તેનો ભાવ અથવા કર્મ તે આકિંચન્ય છે. ૯. જેનો અનુભવ કર્યો હોય તે
સ્ત્રીનું સ્મરણ, તેની વાતો સાંભળવી, સ્ત્રી બેઠી હોય તેવી શય્યા, આસન વગેરેના ત્યાગથી
બ્રહ્મચર્ય હોય છે. મેં ભોગવેલી સ્ત્રી કળા અને ગુણોમાં વિશારદ હતી; એમ સ્મરણ કરવું,
તેની વાતોનું શ્રવણ કરવું, રતિ સમયનાં સુગંધી દ્રવ્યોની સુવાસ, સ્ત્રીના સંબંધવાળી શય્યા
- આસન આદિના ત્યાગથી પરિપૂર્ણ બ્રહ્મચર્ય હોય છે. અથવા સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે
ગુરુસ્વરૂપ બ્રહ્મમાં ચર્ચા કરવી, તે બ્રહ્મચર્ય છે. ૧૦. આ રીતે દસ પ્રકારના ધર્મ છે.
બાર અનુપ્રેક્ષાઓનું કથન કરવામાં આવે છેઅધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ,
અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મનું ચિન્તન કરવું
તે અનુપ્રેક્ષા છે.
હવે, અધ્રુવ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તે આ રીતેદ્રવ્યાર્થિકનયથી ટંકોત્કીર્ણ
જ્ઞાયકએક સ્વભાવપણાથી, અવિનાશી સ્વભાવવાળા નિજ પરમાત્મદ્રવ્યથી ભિન્ન, જીવના
સંબંધી જે અશુદ્ધ નિશ્ચયનયથી રાગાદિ વિભાવરૂપ ભાવકર્મ, અનુપચરિતઅસદ્ભૂત-
વ્યવહારથી દ્રવ્યકર્મ અને નોકર્મ, તથા (ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી) તેના સ્વ
સ્વામી
संयतस्य योग्यं ज्ञानादिदानं त्याग इत्युच्यते ।।।। ममेदमित्यभिसंधिनिवृत्तिराकिंचन्यं
उपात्तेष्वपि शरीरादिषु संस्कारापोहाय ममेदमित्यभिसंधिनिवृत्तिराकिंचन्यमित्याख्यायते नास्य
किंचनास्ति इत्यकिंचनः, तस्य भावः कर्म वा आकिंचन्यम् ।।।। अनुभूतांगनास्मरण-
तत्कथाश्रवण स्त्रीसंसक्तशयनासनादिवर्जनाद्ब्रह्मचर्यं भया अनुभूतांगना कलागुणविशारदा
इति स्मरणं तत्कथाश्रवणं रतिपरिमलादिवासितं स्त्रीसंसक्तशयनासनमित्येवमादिवर्जनात्
परिपूर्णं ब्रह्मचर्यमवतिष्ठते
स्वातंत्र्यार्थं गुरौ ब्रह्मणि चर्यमिति वा ।।१०।। एवं दशधा धर्मः
द्वादशानुप्रेक्षाः कथ्यन्तेअध्रुवाशरणसंसारैकत्वान्यत्वाशुचित्वास्रवसंवरनिर्जरालोक-
बोधिदुर्लभधर्मानुचिन्तनमनुप्रेक्षाः अथाध्रुवानुप्रेक्षा कथ्यते तद्यथाद्रव्यार्थिकनयेन
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेनाविनश्वरस्वभावनिजपरमात्मद्रव्यादन्यद् भिन्नं यज्जीवसंबन्धे
अशुद्धनिश्चयनयेन रागादिविभावरूपं भावकर्म, अनुपचरितासद्भूतव्यवहारेण द्रव्यकर्मनोकर्मरूपं
च तथैव (उपचरितासद्भूतव्यवहारेण) तत्स्वस्वामिभावसम्बन्धेन गृहीतं यच्चेतनं वनितादिकम्,
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૭