અને પ્રકૃતિના જ્ઞાનમાં કુશળ, લાભ – અલાભ, માન – અપમાનમાં સમાન મનોવૃત્તિવાળી,
લોકનિંદ્ય કુળમાં (ઘરમાં) ન જનારી, ચન્દ્રમાની ગતિની પેઠે ઓછાં કે અધિક ઘરોમાં
જવાની મર્યાદાવાળી, વિશિષ્ટ પ્રકારનાં સ્થાનો – જેવાં કે ગરીબ અને અનાથ માટેની
દાનશાળા, વિવાહના કે યજ્ઞના પ્રસંગવાળાં ઘર વગેરે સ્થાનોના ત્યાગરૂપ લક્ષણવાળી,
દીનવૃત્તિ વિનાની, પ્રાસુક (નિર્દોષ) આહાર શોધવાની ઇચ્છાવાળી, આગમમાં કહેલા
નિર્દોષ ભોજનથી પ્રાણયાત્રા ટકાવનારી હોય છે. ૫. પ્રતિષ્ઠાપનશુદ્ધિ — નખ, રોમ,
નાસિકા – મળ, કફ, વીર્ય, મળ અને મૂત્રના ત્યાગમાં તથા શરીરની ઊઠવા – બેસવાની ક્રિયા
કરવામાં જંતુઓને પીડા ન થાય, તેમ કરવાને કહે છે. ૬. શયનાસનશુદ્ધિ — સ્ત્રી, ક્ષુદ્ર પુરુષ,
ચોર, દારૂડિયા, જુગારી, કલાલ, પારધિ વગેરે પાપી જનોને રહેવા યોગ્ય સ્થાનો છોડવાં
અને અકૃત્રિમ પર્વતની ગુફા, વૃક્ષની બખોલ વગેરે તથા કૃત્રિમ સૂના આવાસો વગેરે છોડી
દીધેલાં કે છૂટી ગયેલાં રહેઠાણો, જે પોતાના માટે બનાવ્યાં ન હોય તેવા સ્થાનોને સેવવાં
તે. ૭. વાક્યશુદ્ધિ — પૃથ્વીકાયાદિના આરંભ આદિની પ્રેરણારહિત, કઠોર, નિર્દય વગેરે
બીજાને પીડા દેવાવાળા પ્રયોગો વિનાની, વ્રત – શીલ વગેરેનો પ્રધાનપણે ઉપદેશ આપનારી,
હિતકારી, મર્યાદિત, મધુર, મનોહર અને સંયમીને યોગ્ય એવી હોય છે. ૮. એ રીતે
સંયમમાં સમાયેલી આઠ શુદ્ધિઓ છે. ૬.
કર્મનો ક્ષય કરવા માટે જે તપવામાં આવે છે તે તપ છે. તે તપ બે પ્રકારના છે,
બાહ્યતપ અને અભ્યંતર તપ. તેમાંથી દરેક છ પ્રકારનું છે. ૭. પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ
છે. ચેતન અને અચેતનસ્વરૂપ પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ અથવા સંયમીને યોગ્ય
मनोवृत्तिः, लोकगर्हितकुलपरिवर्जनपरा, चन्द्रगतिरिवहीनाधिकगृहा, विशिष्टोपस्थानादीनानाथ-
दानशालाविवाहयजनगेहादि परिवर्जनोपलक्षिता, दीनवृत्तिविगमा, प्रासुकाहारगवेषणप्रणिधाना,
आगमविहित निरवद्याशनपरिप्राप्तप्राणयात्राकला । प्रतिष्ठापनशुद्धिः, नखरोमसिङ्घाणकनिष्ठी-
वनशुक्रोच्चारप्रस्रवणशोधने देहपरित्यागे च जंतूपरोधविरहिता । शयनासनशुद्धिः,
स्त्रीक्षुद्रचौरपानाक्षशौण्डशाकुनिकादिपापजनवासा वर्ज्याः, अकृत्रिमगिरिगुहातरुकोटरादयः
कृत्रिमाश्च शून्यागारादयो मुक्तमोचितावासा अनात्मोद्देशनिर्वर्तिताः सेव्याः । वाक्यशुद्धिः,
पृथ्वीकायिकारम्भादिप्रेरणरहिता, परुषनिष्ठुरादिपरपीडाकरप्रयोगनिरुत्सुका, व्रतशीलदेशनादि-
प्रधानफला, हितमितमधुरमनोहरा, संयतस्ययोग्या, इति संयमान्तर्गताष्टशुद्धयः ।।६।।
कर्मक्षयार्थं तप्यत इति तपः । तद्द्विविधं, बाह्यमभ्यन्तरं च, तत्प्रत्येकं षड्विधम् ।।७।।
परिग्रहनिवृत्तिस्त्यागः । परिग्रहस्य चेतनाचेतनलक्षणस्य निवृत्तिस्त्याग इति निश्चीयते अथवा
૧૧૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ