આદિમાં વર્તતા મુનિને તેનું પરિપાલન કરવા માટે પ્રાણીઓના ઘાતનો ત્યાગ અને ઇન્દ્રિય
- વિષયોનો ત્યાગ — તેને સંયમ કહેવામાં આવે છે. એકેન્દ્રિયાદિ પ્રાણીઓને પીડા આપવાનો
ત્યાગ, તે પ્રાણીસંયમ છે અને શબ્દાદિ ઇન્દ્રિયવિષયોમાં રાગનો આસક્તભાવ ન હોવો,
તે ઇન્દ્રિયસંયમ છે.
તેનું પ્રતિપાદન કરવા માટે અષ્ટ શુદ્ધિઓનો ઉપદેશ છે. તે આ પ્રકારે છેઃ —
આઠ શુદ્ધિઃ — ભાવશુદ્ધિ, કાયશુદ્ધિ, વિનયશુદ્ધિ, ઇર્યાપથશુદ્ધિ, ભિક્ષાશુદ્ધિ,
પ્રતિષ્ઠાપનશુદ્ધિ, શયનાસનશુદ્ધિ અને વાક્યશુદ્ધિ, તેમાં ભાવશુદ્ધિ — કર્મના ક્ષયોપશમથી
ઉત્પન્ન થાય છે, મોક્ષમાર્ગમાં રુચિ થવાથી પરિણામોને નિર્મળ કરનારી છે, રાગાદિ
વિકારથી રહિત છે. ૧. કાયશુદ્ધિ — આવરણ અને આભૂષણોથી રહિત, શરીરના સંસ્કાર
વિનાની, જન્મસમયસમાન મેલયુક્ત, શરીરના વિકારોથી રહિત હોય છે. ૨. વિનયશુદ્ધિ —
પરમગુરુ અર્હંત આદિ પ્રત્યે યથાયોગ્ય પૂજા પ્રત્યે તત્પરતાવાળી, જ્ઞાનાદિમાં વિધિપૂર્વકની
ભક્તિયુક્ત અને ગુરુ પ્રત્યે સર્વત્ર અનુકૂળ વૃત્તિવાળી હોય છે. ૩. ઇર્યાપથશુદ્ધિ — જુદાજુદા
પ્રકારના જીવોનાં ઉત્પત્તિસ્થાન તથા યોનિરૂપ આશ્રયનો બોધ હોવાથી જંતુઓને પીડા ન
થાય તેવા પ્રયત્નવાળી, જ્ઞાનરૂપી સૂર્યથી અને ઇન્દ્રિય, પ્રકાશ વગેરેથી નિરીક્ષણ કરેલા
પ્રદેશમાં ગમન કરનારી, જલદી ચાલવું, વિલંબથી ચાલવું, ચંચળ ઉપયોગ સહિત,
વિસ્મયપૂર્વક, રમતપૂર્વક, વિકાર સહિત, આમતેમ દિશાઓમાં જોઈને ચાલવું વગેરે પ્રકારના
દોષરહિતના ગમનરૂપ હોય છે. ૪. ભિક્ષાશુદ્ધિ — આચારસૂત્રોમાં કહ્યા પ્રમાણે કાળ, દેશ
मुनेस्तत्प्रतिपालनार्थः प्राणीन्द्रियपरिहारः संयम इत्युच्यते । एकेन्द्रियादि प्राणिपीडापरिहारः
प्राणिसंयमः । शब्दादिष्विन्द्रियार्थेषु रागानभिष्वङ्ग इन्द्रियसंयमः ।
तत्प्रतिपादनार्थः शुद्ध्यष्टकोपदेशः, तद्यथा — अष्टौ शुद्धय : — भावशुद्धिः,
कायशुद्धिः, विनयशुद्धिः ईर्यापथशुद्धिः, भिक्षाशुद्धिः, प्रतिष्ठापनशुद्धिः, शयनासनशुद्धिः,
वाक्यशुद्धिश्चेति । तत्र भावशुद्धिः, कर्मक्षयोपशमजनिता, मोक्षमार्गरुच्याहितप्रसादा,
रागाद्युपप्लवरहिता । कायशुद्धिः, निरावरणाभरणा, निरस्तसंस्कारा, यथाजातमलधारिणी,
निराकृताङ्गविकारा । विनयशुद्धिः, अर्हदादिषु परमगुरुषु यथार्हं पूजाप्रवणा, ज्ञानादिषु च
यथाविधिभक्तियुक्ता, गुरोः सर्वत्रानुकूलवृत्तिः । ईर्यापथशुद्धिः, नानाविधजीव-
स्थानयोन्याश्रयावबोधजनितप्रयत्नपरिहृतजन्तुपीडा, ज्ञानादित्यस्वेन्द्रियप्रकाशनिरीक्षितदेश-
गामिनी, द्रुतविलम्बितसम्भ्रांतविस्मितलीलाविकारदिगान्तरावलोकनादिदोषविरहितगमना ।
भिक्षाशुद्धिः, आचारसूत्रोक्तकालदेशप्रकृतिप्रतिपत्तिकुशला, लाभालाभमानापमानसमान-
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૫