નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરી રાખે, તે વિશુદ્ધ – જ્ઞાન – દર્શનલક્ષણમય નિજ
શુદ્ધાત્માની ભાવનારૂપ ધર્મ છે. વ્યવહારથી તેના સાધન માટે દેવેન્દ્ર, નરેન્દ્ર વગેરેથી વંદ્ય
પદમાં જે ધારે છે — પહોંચાડે છે; તે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ,
તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારનો ધર્મ છે.
તે આ રીતે છે. ધર્મમાં પ્રવર્તનારના પ્રમાદને દૂર કરવા માટે ધર્મનું કથન છે. ક્રોધ
ઉત્પન્ન થવામાં નિમિત્ત એવાં અસહ્ય દુર્વચન વગેરે હોવા છતાં પણ કલુષતા (મનની
મલિનતા) ન થવી તે પરમ ક્ષમા છે. શરીરની સ્થિતિના હેતુ (આહાર)ની શોધ માટે
બીજાને ઘેર જતાં મુનિને દુષ્ટજનો દ્વારા ગાળ, મશ્કરી, તિરસ્કારનાં વચનો, માર, શરીરનો
ઘાત ઇત્યાદિ ક્રોધ ઉત્પન્ન થવાનાં નિમિત્તો મળવા છતાં પણ પરિણામોમાં મલિનતાનો
અભાવ હોવો, તેને ક્ષમા કહે છે. ૧. જાતિ આદિના મદના આવેશથી થતા અભિમાનના
અભાવને માર્દવ કહે છે. ૨. યોગોની અવક્રતાને આર્જવ કહે છે અર્થાત્ મન - વચન - કાયરૂપ
યોગોની સરળતાને આર્જવ કહે છે. ૩. સજ્જનો પ્રત્યે સારાં વચનો બોલવાં, તેને સત્ય
કહે છે અર્થાત્ પ્રશસ્ત જનો પ્રત્યે સમીચીન વચન બોલવાં, તે સત્ય કહેવાય છે. ૪. લોભની
પ્રકર્ષપણે (અત્યંત) નિવૃત્તિને શૌચ કહે છે. લોભની નિવૃત્તિ પ્રકર્ષપણાને પામે તે શૌચ;
શુચિ (પવિત્ર) ભાવ અથવા શુચિકર્મ તે શૌચ – એમ નિશ્ચિત કરવામાં આવે છે. ૫.
સમિતિમાં પ્રવર્તમાન મુનિને પ્રાણઘાત અને ઇન્દ્રિયવિષયોનો ત્યાગ તે સંયમ છે. ઇર્યાસમિતિ
विशुद्धज्ञानदर्शनलक्षणनिजशुद्धात्मभावनात्मको धर्मः, व्यवहारेण तत्साधनार्थं देवेन्द्रनरेन्द्रादि-
वन्द्यपदे धरतीत्युत्तमक्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्यलक्षणो दशप्रकारो
धर्मः ।
तद्यथा — प्रवर्तमानस्य प्रमादपरिहार्थं धर्मवचनं । क्रोधोत्पत्तिनिमित्ताविषह्याक्रोशादि-
संभवेऽकालुष्योपरमः क्षमा । शरीरस्थितिहेतुमार्गणार्थं परकुलान्युपगच्छतो भिक्षोर्दुष्ट-
जनाक्रोशोत्प्रहसनावज्ञानताडनशरीरव्यापादनादीनां क्रोधोत्पत्तिनिमित्तानां सन्निधाने
कालुष्याभावः क्षमा इति उच्यते ।।१।। जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं ।।२।।
योगस्यावक्रता आर्जवं । योगस्यकायवाङ्मनोलक्षणस्यावक्रता आर्जवं इति उच्यते ।।३।। सत्सु
साधुवचनं सत्यं । सत्सु प्रशस्तेषु जनेषु साधुवचनं सत्यमिति उच्यते ।।४।। प्रकर्षप्राप्ता
लोभनिवृत्तिः शौचं । लोभस्य निवृत्तिः प्रकर्षप्राप्ता, शुचेर्भावः कर्म वा शौचं इति
निश्चीयते ।।५।। समितिषु प्रवर्तमानस्य प्राणीन्द्रियपरिहारः संयमः । ईर्यासमित्यादिषु वर्तमानस्य
૧૧૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ