Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Vrat Ane Guptinu Swaroop.

< Previous Page   Next Page >


Page 113 of 272
PDF/HTML Page 125 of 284

 

background image
ટીકાઃ‘वदसमिदोगुत्तीओ’ વ્રત, સમિતિ, ગુપ્તિ, ‘धम्माणुपेहा’ ધર્મ, અનુપ્રેક્ષા
‘परीषहजओ य’ પરિષહોનું જીતવું અને ‘चारित्तं बहुभेया’ અનેક ભેદવાળું ચારિત્ર; ‘णायव्वा
भावसंवरविसेसा’ એ બધા ભાવસંવરના ભેદ જાણવા. હવે, એને વિસ્તારથી કહે છેઃ
નિશ્ચયથી વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી સુધાના
આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. વ્યવહારથી
તે નિશ્ચયવ્રતને સાધનાર
, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના જિંદગીભર
ત્યાગલક્ષણરૂપ પાંચ પ્રકારનાં વ્રત છે. નિશ્ચયથી અનંત જ્ઞાનાદિ સ્વભાવના ધારક
નિજાત્મામાં ‘સમ’ એટલે કે સારી રીતે
સમસ્ત રાગાદિ વિભાવોના પરિત્યાગ વડે,
નિજાત્મામાં લીનતાચિંતનતન્મયતાથી ‘અયન’ગમનપરિણમન કરવું તે ‘સમિતિ’ છે,
વ્યવહારથી તેના બહિરંગ સહકારી કારણભૂત, આચારાદિ ચરણાનુયોગના ગ્રન્થોમાં કહેલી
ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ નામની પાંચ સમિતિ છે. નિશ્ચયથી
સહજ શુદ્ધાત્માની ભાવનારૂપ લક્ષણવાળા ગુપ્તસ્થાનમાં સંસારના કારણરૂપ રાગાદિ ભયોથી
પોતાના આત્માને ગોપવવો, ઢાંકવો, ઝંપલાવવો, પ્રવેશ કરાવવો કે રક્ષવો તે ગુપ્તિ છે,
વ્યવહારથી બહિરંગ સાધન માટે મન, વચન અને કાયાના વ્યાપારને રોકવો તે ગુપ્તિ છે.
व्याख्या‘‘वदसमिदीगुत्तीओ’’ व्रतसमितिगुप्तयः, ‘‘धम्माणुपेहा’’ धर्मस्तथै-
वानुप्रेक्षाः, ‘‘परीसहजओ य’’ परीषहजयश्च, ‘‘चारित्तं बहुभेया’’ चारित्रं बहुभेदयुक्तं,
‘‘णायव्वा भावसंवरविसेसा’’ एते सर्वे मिलिता भावसंवरविशेषा भेदा ज्ञातव्याः
अथ
विस्तरःनिश्चयेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मतत्त्वभावनोत्पन्नसुखसुधास्वादबलेन
समस्तशुभाशुभरागादिविकल्पनिवृत्तिर्व्रतम्, व्यवहारेण तत्साधकं हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाच्च
यावज्जीवनिवृत्तिलक्षणं पञ्चविधं व्रतम्
निश्चयेनानन्तज्ञानादिस्वभावे निजात्मनि सम् सम्यक्
समस्तरागादिविभावपरित्यागेन तल्लीनतच्चिन्तनतन्मयत्वेन अयनं गमनं परिणमनं समितिः,
व्यवहारेण तद्बहिरङ्गसहकारिकारणभूताचारादिचरणग्रन्थोक्ता ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञाः
पञ्च समितयः
निश्चयेन सहजशुद्धात्मभावनालक्षणे गूढस्थाने संसारकारणरागादि-
भयात्स्वस्यात्मनो गोपनं प्रच्छादनं झम्पनं प्रवेशनं रक्षणं गुप्तिः, व्यवहारेण बहिरङ्गसाधनार्थं
मनोवचनकायव्यापारनिरोधो गुप्तिः
निश्चयेन संसारे पतन्तमात्मानं धरतीति
૧. સાધનાર = નિમિત્ત
૨. બહિરંગ સહકારી કારણભૂત = બહિરંગ નિમિત્તભૂત. બહિરંગ સાધન તે યથાર્થ સાધન નથી, માત્ર
ઉપચરિત સાધન છે.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૩