અહીં, સારાંશ આ છેઃ — જોકે પૂર્વોક્ત શુદ્ધોપયોગલક્ષણવાળું ક્ષાયોપશમિકજ્ઞાન
મુક્તિનું કારણ થાય છે, તોપણ ધ્યાન કરનાર પુરુષે ‘નિત્ય સકળ નિરાવરણ, અખંડ, એક,
સમ્પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન જેનું લક્ષણ છે; એવું પરમાત્મસ્વરૂપ તે જ હું છું, ખંડજ્ઞાનરૂપ
નહિ’ — એવી ભાવના કરવી.
એ રીતે, સંવર પદાર્થના વ્યાખ્યાનમાં નયવિભાગ જાણવો. ૩૪.
હવે, સંવરનાં કારણોના ભેદ કહે છે — એમ એક ભૂમિકા છે, ‘શેનાથી (કોનાથી)
સંવર થાય છે?’ એવો પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રત્યુત્તર આપે છે — એમ બીજી ભૂમિકા
છે. એ બન્ને ભૂમિકાઓ મનમાં ધારણ કરીને ભગવાન શ્રી નેમિચન્દ્ર આચાર્ય આ ગાથા
કહે છેઃ —
ગાથા ૩૫
ગાથાર્થઃ — વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને અનેક પ્રકારનું
ચારિત્ર — એ બધાને ભાવસંવરના ભેદ જાણવા.
अयमत्रार्थः — यद्यपि पूर्वोक्तं शुद्धोपयोगलक्षणं क्षायोपशमिकं ज्ञानं मुक्तिकारणं भवति
तथापि ध्यातृपुरुषेण यदेव नित्यसकलनिरावरणमखण्डैक सकलविमलकेवलज्ञानलक्षणं
परमात्मस्वरूपं तदेवाहं, न च खण्डज्ञानरूप, इति भावनीयम् । इति संवरतत्त्वव्याख्यानविषये
नयविभागो ज्ञातव्य इति ।।३४।।
अथ संवरकारणभेदान् कथयतीत्येका पातनिका, द्वितीया तु कैः कृत्वा संवरो
भवतीति पृष्टे प्रत्युत्तरं ददातीति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति भगवान् —
वदसमिदीगुत्तीओ धम्माणुपेहा परीसहजओ य ।
चारित्तं बहुभेया णायव्वा भावसंवरविसेसा ।।३५।।
व्रतसमितिगुप्तयः धर्म्मानुप्रेक्षाः परीषहजयः च ।
चारित्रं बहुभेदं ज्ञातव्याः भावसंवरविशेषाः ।।३५।।
વ્રત અરુ સમિતિ ગુપ્તિ દશ ધર્મ, અનુપ્રેક્ષા ચારિત્ર જુ પર્મ;
સહન પરિષહ, એ બહુભેદ, સંવરભાવ ભનૈં જિનદેવ. ૩૫.
૧૧૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ