થોડું ખુલ્લું હોય તેની માફક) કેવળજ્ઞાનના અંશરૂપ તે જ્ઞાન હોય તો તે એકદેશથી
પણ લોકાલોકનું પ્રત્યક્ષપણું થાત; પણ એમ તો જોવામાં આવતું નથી. પરંતુ ખૂબ
વાદળાંઓથી આચ્છાદિત સૂર્યના બિંબની જેમ અથવા નિબિડ નેત્રપટલની જેમ તે
નિગોદિયાનું જ્ઞાન થોડું જાણે છે, એમ તાત્પર્ય છે.
આચ્છાદન કરનાર કર્મની શક્તિઓને ‘દેશઘાતી સ્પર્દ્ધકો’ કહે છે. સર્વઘાતી સ્પર્દ્ધકોના
ઉદયના અભાવને જ ક્ષય અને તેમની જ સત્રૂપ અવસ્થાને ઉપશમ કહે છે. સર્વઘાતી
સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય સહિત ઉપશમ અને તેમના એકદેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય
ક્ષાયોપશમિકભાવ કહે છે અથવા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં જીવ એકદેશ જ્ઞાનાદિ
ગુણ પ્રાપ્ત કરે છે, તે ક્ષાયોપશમિક ભાવ છે. તેનાથી શું સિદ્ધ થયું? પૂર્વોક્ત સૂક્ષ્મનિગોદના
જીવમાં જ્ઞાનાવરણકર્મના દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં એકદેશે જ્ઞાનગુણ પ્રાપ્ત હોય છે
તે કારણે તે ક્ષાયોપશમિકજ્ઞાન છે, ક્ષાયિકજ્ઞાન નથી. શા માટે? કારણ કે, ત્યાં કર્મના
એકદેશ ઉદયનો સદ્ભાવ છે.
लोकालोकप्रत्यक्षतां प्राप्नोति, न च तथा दृश्यते
भण्यन्ते, सर्वघातिस्पर्द्धकानामुदयाभाव एव क्षयस्तेषामेवास्तित्वमुपशम उच्यते
सर्वघात्युदयाभावलक्षणक्षयेण सहित उपशमः तेषामेकदेशघातिस्पर्द्धकानामुदयश्चेति समुदायेन
क्षयोपशमो भण्यते
कारणेन तत् क्षायोपशमिकं ज्ञानं, न च क्षायिकं, कस्मादेकदेशोदयसद्भावादिति