Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 110 of 272
PDF/HTML Page 122 of 284

 

background image
કોઈ શંકા કરે છેઃકેવળજ્ઞાન સમસ્ત આવરણરહિત શુદ્ધ છે તો તેનું કારણ
પણ સમસ્ત આવરણરહિત શુદ્ધ હોવું જોઈએ, કારણ કે ‘ઉપાદાનકારણ જેવું કાર્ય હોય
છે,’ એવું શાસ્ત્રનું વચન છે. તેનો ઉત્તર આપવામાં આવે છેઃ
આપે જે કહ્યું તે
તો યોગ્ય છે, પરંતુ ઉપાદાનકારણ પણ કાર્યથી એકદેશ ભિન્ન હોય છે; જેમ સોળવલા
સુવર્ણરૂપ કાર્યનું નીચેની અવસ્થાવાળા (પંદરવલાદિરૂપ) સુવર્ણરૂપ ઉપાદાનકારણ એકદેશ
ભિન્ન હોય છે અને જેમ માટીના કળશરૂપ કાર્યનું માટીના પિંડ
સ્થાસકોશકુશુલરૂપ
ઉપાદાનકારણ એકદેશ ભિન્ન હોય છે તેમ. જો એકાન્તે ઉપાદાનકારણનો કાર્યની સાથે
અભેદ કે ભેદ હોય તો પૂર્વોક્ત સુવર્ણ અને માટીના બે દ્રષ્ટાંતની જેમ કાર્યકારણભાવ
સિદ્ધ થાય નહિ. આથી, શું સિદ્ધ થયું? (એમ, સિદ્ધ થયું કે) એકદેશ
નિરાવરણ
હોવાથી, ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ લક્ષણવાળું, એકદેશ - પ્રગટરૂપ, વિવક્ષિત - એકદેશ - શુદ્ધનયે
‘સંવર’ શબ્દથી વાચ્ય શુદ્ધોપયોગસ્વરૂપ (શુદ્ધોપયોગનું સ્વરૂપ) મુક્તિનું કારણ થાય છે.
અને જે લબ્ધિ
- અપર્યાપ્તક સૂક્ષ્મનિગોદિયા જીવમાં નિત્ય ઉઘાડરૂપે આવરણરહિત જ્ઞાન
સાંભળવામાં આવે છે, તે પણ સૂક્ષ્મનિગોદના સર્વજઘન્ય ક્ષયોપશમની અપેક્ષાથી
નિરાવરણ છે, સર્વથા આવરણરહિત નથી. શંકાઃ
તે આવરણરહિત કેમ રહે છે?
ઉત્તરઃજો તે જઘન્ય જ્ઞાનનું પણ આવરણ થાય, તો જીવનો અભાવ પ્રાપ્ત થાય.
વાસ્તવિક રીતે તો ઉપરના ક્ષયોપશમ - જ્ઞાનની અપેક્ષાએ અને કેવળજ્ઞાનની અપેક્ષાએ તે
જ્ઞાન પણ આવરણસહિત છે અને સંસારી જીવોને ક્ષાયિકજ્ઞાનનો અભાવ હોવાથી (તે
कश्चिदाहकेवलज्ञानं सकलनिरावरणं शुद्धं तस्य कारणेनापि सकलनिरावरणेन
शुद्धेन भाव्यम्, उपादानकारणसदृशं कार्यं भवतीति वचनात् तत्रोत्तरं दीयतेयुक्तमुक्तं
भवता परं किन्तूपादानकारणमपि षोडशवर्णिकासुवर्णकार्यस्याधस्तनवर्णिकोपादानकारणवत्,
मृन्मयकलशकार्यस्य मृत्पिण्डस्थासकोशकुशूलोपादानकारणवदिति च कार्यादेकदेशेन भिन्नं
भवति
यदि पुनरेकान्तेनोपादानकारणस्य कार्येण सहाभेदो भेदो वा भवति, तर्हि
पूर्वोक्तसुवर्णमृत्तिकादृष्टान्तद्वयवत्कार्यकारणभावो न घटते ततः किं सिद्धं ? एकदेशेन
निरावरणत्वेन क्षायोपशमिकज्ञानलक्षणमेकदेशव्यक्तिरूपं विवक्षितैकदेशशुद्धनयेन संवरशब्दवाच्यं
शुद्धोपयोगस्वरूपं मुक्तिकारणं भवति
यच्च लब्ध्यपर्याप्तसूक्ष्मनिगोदजीवे नित्योद्घाटं निरावरणं
ज्ञानं श्रूयते तदपि सूक्ष्मनिगोदसर्वजघन्यक्षयोपशमापेक्षया निरावरणं, न च सर्वथा कस्मादिति
चेत् ? तदावरणे जीवाभावः प्राप्नोति वस्तुत उपरितनक्षायोपशमिकज्ञानापेक्षया
केवलज्ञानापेक्षया च तदपि सावरणं, संसारिणां क्षायिकज्ञानाभावाच्च क्षायोपशमिकमेव यदि
૧૧૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ