Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 109 of 272
PDF/HTML Page 121 of 284

 

background image
ક્ષીણકષાય સુધીના છ ગુણસ્થાનોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી વિવક્ષિત એકદેશ
શુદ્ધનયરૂપ શુદ્ધોપયોગ હોય છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિ (પ્રથમ) ગુણસ્થાનોમાં તો સંવર હોતો
નથી, સાસાદન વગેરે ગુણસ્થાનોમાં ‘મિથ્યાદ્રષ્ટિ પ્રથમ ગુણસ્થાનમાં સોળ પ્રકૃતિ, બીજામાં
પચીસ, ત્રીજામાં શૂન્ય, ચોથામાં દસ, પાંચમામાં ચાર, છઠ્ઠામાં છ, સાતમામાં એક,
આઠમામાં બે, ત્રીસ અને ચાર, નવમામાં પાંચ, દસમામાં સોળ અને સયોગકેવળી
(તેરમા)માં એક પ્રકૃતિની બંધ વ્યુચ્છિત્તિ થાય છે.
’ આ રીતે બંધવિચ્છેદ ત્રિભંગીમાં કહ્યા
પ્રમાણે ક્રમથી ઉપર અધિકતાથી સંવર જાણવો.
શંકાઃઅશુદ્ધનિશ્ચયમાં મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનોમાં (અશુભ, શુભ અને
શુદ્ધ) ત્રણ ઉપયોગનું વ્યાખ્યાન કર્યું; ત્યાં અશુદ્ધનિશ્ચયમાં શુદ્ધોપયોગ કેવી રીતે ઘટે છે?
ઉત્તરઃ
શુદ્ધોપયોગમાં શુદ્ધબુદ્ધએકસ્વભાવી નિજાત્મા ધ્યેય હોય છે; તે કારણે શુદ્ધ
ધ્યેયવાળો હોવાથી, શુદ્ધ અવલંબનવાળો હોવાથી અને શુદ્ધાત્મસ્વરૂપનો સાધક હોવાથી
શુદ્ધોપયોગ સિદ્ધ થાય છે. અને તે ‘સંવર’ શબ્દથી વાચ્ય શુદ્ધોપયોગ સંસારના કારણભૂત
મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધપર્યાયની જેમ અશુદ્ધ નથી હોતો તથા તેના ફળરૂપ કેવળજ્ઞાનરૂપ
શુદ્ધપર્યાયની જેમ શુદ્ધ પણ નથી હોતો, પરંતુ તે અશુદ્ધ અને શુદ્ધ (બન્ને) પર્યાયોથી
વિલક્ષણ, શુદ્ધાત્માના અનુભવરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક, મોક્ષના કારણભૂત, એકદેશ પ્રગટ,
એકદેશ આવરણરહિત
એવી ત્રીજી અવસ્થારૂપ કહેવાય છે.
क्षीणकषायपर्यन्तं जघन्यमध्यमोत्कृष्टभेदेन विवक्षितैकदेशशुद्धनयरूपशुद्धोपयोगो वर्तते तत्रैवं,
मिथ्यादृष्टिगुणस्थाने तावत् संवरो नास्ति, सासादनादिगुणस्थानेषु ‘‘सोलसपणवीसणभं
दसचउछक्केक्कबन्धवोछिण्णा
दुगतीसचदुरपुव्वेपणसोलस जोगिणो एक्को ’’ इति
बन्धविच्छेदत्रिभङ्गीकथितक्रमेणोपर्युपरि प्रकर्षेण संवरो ज्ञातव्य इति अशुद्धनिश्चयमध्ये
मिथ्यादृष्टयादिगुणस्थानेषूपयोगत्रयं व्याख्यातं, तत्राशुद्धनिश्चये शुद्धोपयोगः कथं घटते ? इति
चेत्तत्रोत्तरं
शुद्धोपयोगे शुद्धबुद्धैकस्वभावो निजात्मा ध्येयस्तिष्ठति तेन कारणेन
शुद्धध्येयत्वाच्छुद्धावलम्बनत्वाच्छुद्धात्मस्वरूपसाधकत्वाच्च शुद्धोपयोगो घटते स च
संवरशब्दवाच्यः शुद्धोपयोगः संसारकारणभूतमिथ्यात्वरागाद्यशुद्धपर्यायवदशुद्धो न भवति तथैव
फलभूतकेवलज्ञानलक्षण शुद्धपर्यायवत् शुद्धोऽपि न भवति किन्तु ताभ्यामशुद्धशुद्धपर्यायाभ्यां
विलक्षणं शुद्धात्मानुभूतिरूपनिश्चयरत्नत्रयात्मकं मोक्षकारणमेकदेशव्यक्तिरूपमेकदेशनिरावरणं च
तृतीयमवस्थान्तरंभण्यते
૧. ગોમ્મટસાર કર્મકાંડ ગાથા ૯૪.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૦૯