તેવા જ પરમાત્માને પામીને સંસારથી વિલક્ષણ એવા મોક્ષમાં અનંતકાળ સ્થિત રહે છે.
અહીં વિશેષ એ છે કે, નિત્ય નિગોદના જીવોને છોડીને પાંચ પ્રકારના સંસારનું વ્યાખ્યાન
જાણવું. પ્રશ્નઃ — એમ શા માટે? ઉત્તરઃ — કારણ કે નિત્ય નિગોદના જીવોને ત્રણે કાળે
ત્રસપણું નથી. કહ્યું પણ છે — ‘એવા૧ અનંત જીવો છે કે જેઓએ હજી સુધી ત્રય – પર્યાય
પ્રાપ્ત કરી નથી, તેઓ ભાવકલંક પ્રચુર હોવાથી નિગોદવાસ છોડતા નથી.’
અનુપમ અને અદ્વિતીય એવી વાત છે કે નિત્ય - નિગોદવાસી, અનાદિ મિથ્યાદ્રષ્ટિ
જીવો પણ ભરત ચક્રવર્તીના નવસો ત્રેવીસ પુત્રો કર્મોની નિર્જરા૨ કરવાથી ઇન્દ્રગોપ થયા
અને તેમના સમૂહ ઉપર ભરતના હાથીએ પગ મૂક્યો નથી, તેથી, તે મરીને વર્ધનકુમાર
વગેરે ભરતના પુત્રો થયા; તેઓ કોઈની સાથે બોલતા નહોતા, તેથી તે ભરતે સમવસરણમાં
ભગવાનને પૂછયું, ત્યારે ભગવાને તેમનું પૂર્વવૃત્તાંત કહ્યું; તે સાંભળીને તેમણે તપનું ગ્રહણ
કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. આ કથા આચાર – આરાધનાના ટિપ્પણમાં
છે. — એ રીતે ‘સંસાર – અનુપ્રેક્ષા’ પૂર્ણ થઈ. ૩.
હવે, એકત્વ – અનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેઃ — નિશ્ચયરત્નત્રય જ જેનું એક
तादृशमेव लब्ध्वा संसारविलक्षणे मोक्षेऽनन्तकालं तिष्ठतीति । अयं तु विशेषः —
नित्यनिगोदजीवान् विहाय, पञ्चप्रकारसंसारव्याख्यानं ज्ञातव्यम् । कस्मादिति चेत् —
नित्यनिगोदजीवानां कालत्रयेऽपि त्रसत्वं नास्तीति । तथा चोक्तं — ‘‘अत्थि अणंता जीवा
जेहि ण पत्तो तसाण परिणामो । भावकलंक सुपउरा णिगोदवासं ण मुंचंति ।१।’’
अनुपममद्वितीयमनादिमिथ्यादृशोऽपि भरतपुत्रास्त्रयोविंशत्यधिकनवशतपरिणामाणास्ते च
नित्यनिगोदवासिनः क्षपितकर्माण इन्द्रगोपाः संजातास्तेषां च पुञ्जीभूतानामुपरि भरतहस्तिना
पादो दत्तस्ततस्ते मृत्वापि वर्द्धनकुमारादयो भरतपुत्रा जातास्ते च केनचिदपि सह न वदन्ति ।
ततो भरतेन समवसरणे भगवान् पृष्टो, भगवता च प्राक्तनं वृत्तान्तं कथितम् । तच्छ्रुत्वा ते
तपो गृहीत्वा क्षणस्तोककालेन मोक्षं गताः । आचाराराधनाटिप्पणे कथितमास्ते । इति
संसारानुप्रेक्षा गता ।३।
अथैकत्वानुप्रेक्षा कथ्यते । तद्यथा — निश्चयरत्नत्रयैकलक्षणैकत्वभावनापरिणतस्यास्य
૧. ગોમ્મટસાર જીવકાંડ ગાથા. ૧૯૬.
૨. અકામ નિર્જરા
૧૨૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ