લક્ષણ છે; એવી એકત્વભાવનારૂપે પરિણમેલા આ જીવને નિશ્ચયનયથી — (૧)
સહજાનંદસુખાદિ અનંતગુણના આધારભૂત કેવળજ્ઞાન જ એક સહજ શરીર છે; શરીર
એટલે શું? સ્વરૂપ; સાત ધાતુમય ઔદારિક શરીર નહિ; (૨) તેવી જ રીતે આર્ત અને
રૌદ્રરૂપ દુર્ધ્યાનથી વિલક્ષણ પરમસામાયિક જેનું લક્ષણ (સ્વરૂપ) છે; એવી એકત્વભાવનારૂપે
પરિણમેલ નિજાત્મતત્ત્વ જ એક સદા શાશ્વત, પરમ હિતકારી, પરમબંધુ છે, વિનશ્વર અને
અહિતકારી પુત્ર, સ્ત્રી આદિ નહિ; (૩) તે જ રીતે પરમ – ઉપેક્ષાસંયમ જેનું લક્ષણ છે;
એવી એકત્વભાવના સહિત સ્વશુદ્ધાત્મપદાર્થ એક જ અવિનાશી અને હિતકારી પરમ અર્થ
છે, સુવર્ણ આદિ અર્થ નહિ. (૪) તેવી જ રીતે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થતો નિર્વિકાર
પરમાનંદ જેનું લક્ષણ છે, એવા અનાકુળપણારૂપ સ્વભાવવાળું આત્મસુખ જ એક સુખ છે,
આકુળતાનું ઉત્પાદક ઇન્દ્રિયસુખ નહિ.
શંકાઃ — આ (૧) શરીર, (૨) સગાંઓ, (૩) સુવર્ણાદિ અર્થ અને (૪) ઇન્દ્રિય-
સુખ વગેરે જીવનાં નિશ્ચયથી નથી, એમ કેમ કહ્યું? સમાધાનઃ — કારણ કે મરણ વખતે
જીવ એકલો જ બીજી ગતિમાં જાય છે, શરીર વગેરે જીવની સાથે જતાં નથી. તથા જ્યારે
જીવ રોગથી ઘેરાઈ જાય છે, ત્યારે વિષય – કષાયાદિ દુર્ધ્યાનથી રહિત નિજ શુદ્ધાત્મા જ
સહાયક થાય છે. શંકાઃ — તે કેવી રીતે સહાયક થાય છે? ઉત્તરઃ — જો જીવનું આ
છેલ્લું શરીર હોય, તો કેવળજ્ઞાનાદિની પ્રગટતારૂપ મોક્ષમાં લઈ જાય છે અને જો છેલ્લું
શરીર ન હોય, તો તે સંસારની સ્થિતિ ઘટાડીને દેવેન્દ્રાદિ સંબંધી પુણ્યનું સુખ આપીને
जीवस्य निश्चयनयेन सहजानन्दसुखाद्यनन्तगुणाधारभूतं केवलज्ञानमेवैकं सहजं शरीरम् । शरीरं
कोऽर्थः ? स्वरूपं, न च सप्तधातुमयौदारिकशरीरम् । तथैवार्त्तरौद्रदुर्ध्यानविलक्षणपरमसामायिक-
लक्षणैकत्वभावनापरिणतं निजात्मतत्त्वमेवैकं सदा शाश्वतं परमहितकारी परमोबन्धु, न च
विनश्वराहितकारी पुत्रकलत्रादि । तेनैव प्रकारेण परमोपेक्षासंयमलक्षणैकत्वभावनासहितः
स्वशुद्धात्मपदार्थ एक एवाविनश्वरहितकारी परमोऽर्थः, न च सुवर्णाद्यर्थः । तथैव
निर्विकल्पसमाधिसमुत्पन्ननिर्विकारपरमानन्दैकलक्षणानाकुलत्वस्वभावात्मसुखमेवैकं सुख न
चाकुलत्वोत्पादकेन्द्रियसुखमिति । कस्मादिदं देहबन्धुजनसुवर्णाद्यर्थेन्द्रियसुखादिकं जीवस्य
निश्चयेन निराकृतमिति चेत् ? यतो मरणकाले जीव एक एव गत्यन्तरं गच्छति, न च
देहादीनि । तथैव रोगव्याप्तिकाले विषयकषायादिदुर्ध्यानरहितः स्वशुद्धात्मैकसहायो भवति ।
तदपि कथमिति चेत् ? यदि चरमदेहो भवति तर्हि केवलज्ञानादिव्यक्तिरूपं मोक्षं नयति,
अचरमदेहस्य तु संसारस्थितिं स्तोकां कृत्वा देवेन्द्राद्यभ्युदयसुखं दत्वा च पश्चात् पारम्पर्येण
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૨૩