પછી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કેઃ — ‘તપ કરવાથી સ્વર્ગ સૌ કોઈ
મેળવે છે, પરંતુ ધ્યાનના યોગથી જે સ્વર્ગ પામે છે તે આગામી ભવમાં અક્ષય સુખ પામે૧
છે.’ આ રીતે એકત્વભાવનાનું ફળ જાણીને નિરંતર નિજ શુદ્ધાત્માના એકત્વની ભાવના
કરવી. — આમ, ‘એકત્વ – અનુપ્રેક્ષા’ પૂર્ણ થઈ. ૪.
હવે, અન્યત્વ – અનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણે — પૂર્વોક્ત દેહ, સગાંઓ,
સુવર્ણાદિ અર્થ અને ઇન્દ્રિયસુખાદિ કર્મોને આધીન હોવાથી, વિનશ્વર તેમ જ હેય૨ પણ
છે. તે બધાં, જે ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવપણાને લીધે નિત્ય અને સર્વ પ્રકારે
ઉપાદેયભૂત છે એવા, નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારસ્વભાવવાળા નિજ
પરમાત્મપદાર્થથી નિશ્ચયનયે અન્ય૨ – ભિન્ન છે, આત્મા પણ તેમનાથી અન્ય – ભિન્ન છે.
અહીં, ભાવ (આશય) એમ છે કે — એકત્વ – અનુપ્રેક્ષામાં ‘‘હું એક છું’’ ઇત્યાદિ પ્રકારે
વિધિરૂપ વ્યાખ્યાન છે અને અન્યત્વ – અનુપ્રેક્ષામાં ‘દેહાદિ પદાર્થો મારાથી ભિન્ન છે,
મારા નથી’ — એમ નિષેધરૂપે વ્યાખ્યાન છે. એ રીતે એકત્વ અને અન્યત્વ એ બન્ને
અનુપ્રેક્ષાઓમાં વિધિ અને નિષેધરૂપ જ અંતર છે; બન્નેનું તાત્પર્ય એક જ છે. — એ
मोक्षं प्रापयतीत्यर्थः । तथा चोक्तम् — ‘‘सग्गं तवेण सव्वो, वि पावए तहि वि झाणजोयेण ।
जो पावइ सो पावइ, परलोए सासयं सोक्खं ।१।’’ एवमेकत्वभावनाफलं ज्ञात्वा निरन्तरं
निजशुद्धात्मैकत्वभावना कर्तव्या । इत्येकत्वानुप्रेक्षा गता ।।४।।
अथान्यत्वानुप्रेक्षां कथयति । तथा हि — पूर्वोक्तानि यानि देहबन्धुजन-
सुवर्णाद्यर्थेन्द्रियसुखादीनि कर्माधीनत्वे विनश्वराणि तथैव हेयभूतानि च, तानि सर्वाणि
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन नित्यात्सर्वप्रकारोपादेयभूतान्निर्विकारपरमचैतन्यचिच्चमत्कार-
स्वभावान्निजपरमात्मपदार्थान्निश्चयनयेनान्यानि भिन्नानि । तेभ्यः पुनरात्माप्यन्यो भिन्न इति ।
अयमत्र भावः — एकत्वानुप्रेक्षायामेकोऽहमित्यादिविधिरूपेण व्याख्यानं, अन्यत्वानुप्रेक्षायां तु
देहादयो मत्सकाशादन्ये, मदीया न भवन्तीति निषेधरूपेण । इत्येकत्वान्यत्वानुप्रेक्षायां
विधिनिषेधरूप एव विशेषस्तात्पर्यं तदेव । इत्यन्यत्वानुप्रेक्षा समाप्ता ।।५।।
૧. મોક્ષપાહુડ ગાથા. ૨૩.
૨. પરપદાર્થો આત્માથી અન્ય છે – ભિન્ન છે અને આશ્રય કરવા યોગ્ય નથી. પરપદાર્થોમાં નિમિત્ત પણ
આવી જાય છે, તેમની સન્મુખતાથી રાગ – દ્વેષ ઉત્પન્ન થાય છે, માટે તે હેય છે અર્થાત્ આત્મસન્મુખતા
વડે તેમની સન્મુખતા (તેમનો આશ્રય) છોડવા યોગ્ય છે. સર્વ પ્રકારે ઉપાદેયભૂત એવા નિજ પરમાત્મ-
પદાર્થનો આશ્રય થતાં પર પદાર્થનો આશ્રય છૂટી જાય છે એટલે કે, તેઓ હેયરૂપ થઈ જાય છે.
૧૨૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ