રીતે ‘અન્યત્વ – અનુપ્રેક્ષા’૧ સમાપ્ત થઈ. ૫.
હવે પછી, અશુચિ – અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તે આ રીતે — સર્વ પ્રકારે
અશુચિ (અપવિત્ર) વીર્ય અને રજથી ઉત્પન્ન થવાને કારણે, તેમજ ‘‘वसासृग्मांसमेदोऽस्थि-
मज्जाशुक्राणि धातवः (વસા, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર — એ ધાતુઓ
છે)’’ એમાં કહેલી અશુચિ સાત ધાતુમય હોવાથી તથા નાક આદિ નવ છિદ્રદ્વાર
હોવાથી સ્વરૂપથી પણ અશુચિ હોવાને કારણે, તથા મૂત્ર, વિષ્ટા આદિ અશુચિ મળોની
ઉત્પત્તિનું સ્થાન હોવાને કારણે આ દેહ અશુચિ છે. માત્ર તે અશુચિનું કારણ હોવાથી
જ અશુચિ નથી, પણ સ્વરૂપથી અશુચિને ઉત્પન્ન કરનાર હોવાથી તે અશુચિ છે; શુચિ
(પવિત્ર) એવાં સુગંધી માળા, વસ્ત્ર વગેરેમાં અશુચિપણું ઉત્પન્ન કરતો હોવાથી પણ દેહ
અશુચિ છે.
હવે, શુચિત્વનું (પવિત્રતાનું) કથન કરવામાં આવે છેઃ — સહજ શુદ્ધ કેવળજ્ઞાનાદિ
ગુણોનો આધારભૂત હોવાથી અને પોતે જ નિશ્ચયથી શુચિરૂપ હોવાથી પરમાત્મા જ શુચિ
છે. ‘जीवो ब्रह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो । तं जाण बह्मचेरं विमुक्कपरदेह भत्तीए ।।’
(જીવ બ્રહ્મ છે, જીવમાં જ મુનિની જે ચર્યા હોય છે તેને પર એવા દેહની સેવા રહિત
બ્રહ્મચર્ય જાણો.)’ — એ ગાથામાં કહેલ નિર્મળ બ્રહ્મચર્ય, તે નિજ પરમાત્મામાં સ્થિત
अतः परं अशुचित्वानुप्रेक्षा कथ्यते । तद्यथा — सर्वाशुचिशुक्रशोणितकारणोत्पन्नत्वात्तथैव
‘‘वसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि धातवः’’ इत्युक्ताशुचिसप्तधातुमयत्वेन तथा
नासिकादिनवरन्ध्रद्वारैरपि स्वरूपेणाशुचित्वात्तथैव मूत्रपुरीषाद्यशुचिमलानामुत्पत्तिस्थानत्वाच्चा-
शुचिरयं देहः । न केवलमशुचिकारणत्वेनाशुचिः स्वरूपेणाशुच्युत्पादकत्वेन चाशुचिः, शुचि
सुगन्धमाल्यवस्त्रादीनामशुचित्वोत्पादकत्वाच्चाशुचिः । इदानीं शुचित्वं कथ्यते —
सहजशुद्धकेवलज्ञानादिगुणानामाधारभूतत्वात्स्वयं निश्चयेन शुचिरूपत्वाच्च परमात्मैव शुचिः ।
‘‘जीवो बह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो । तं जाण बह्मचेरं
विमुक्कपरदेहभत्तीए ।१।’’ इति गाथाकथितनिर्मलब्रह्मचर्यं तत्रैव निजपरमात्मनि स्थितानामेव
૧. આત્મા અને પરપદાર્થો પરસ્પર ભિન્ન અને અન્ય હોવાથી દરેકના છએ કારકો પરસ્પર સર્વથા ભિન્ન
છે, તેનો અર્થ એ થયો કે — કોઈ પરનું કાંઈ કરી શકતું નથી. જુઓ, ગાથા ૮ ની ટીકા પા. ૨૭
માટે સર્વ પ્રકારે ઉપાદેયભૂત નિજ ત્રિકાળ પરમાત્મપદાર્થ સન્મુખ થઈ આત્મામાં એકત્વરૂપે પરિણમવું
તે એકત્વભાવના છે. તે શુદ્ધ પરિણમનમાં અન્ય – ભિન્ન પદાર્થો (જેમાં નિમિત્ત પણ સમાવિષ્ટ છે)નો
નિષેધ – હેયપણું આવી જાય છે, તે હેયપણાને અન્યત્વ ભાવના કહે છે.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૨૫