જીવોને જ હોય છે. તેમ જ ‘ब्रह्मचारी सदा शुचिः (બ્રહ્મચારી સદા શુચિ છે)’ એ વચનથી
તે પ્રકારના બ્રહ્મચારીઓને જ શુચિપણું છે, કામ – ક્રોધાદિમાં રત રહેનારાઓને જળસ્નાન
આદિથી શુદ્ધિ કરવા છતાં પણ શુચિપણું નથી. એ જ રીતે કહ્યું છે કે — ‘‘જન્મથી શૂદ્ર
હોય છે, ક્રિયાથી દ્વિજ કહેવાય છે, શ્રુતવડે શ્રોત્રિય અને બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ
જાણવો.’’૧. એ વચન પ્રમાણે તેઓ જ નિશ્ચયશુદ્ધ (વાસ્તવિક શુદ્ધ) બ્રાહ્મણ છે. એવી
રીતે નારાયણે યુધિષ્ઠિરને કહ્યું છે કે, વિશુદ્ધ આત્મારૂપી નદીમાં સ્નાન કરવું તે જ પરમ
શુચિતાનું કારણ છે, લૌકિક ગંગા વગેરે તીર્થોમાં સ્નાનાદિ તે શુચિનું કારણ નથીઃ ‘आत्मा
नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा
शुद्ध्यति चान्तरात्मा ।। (સંયમરૂપી જળથી ભરેલી, સત્યરૂપી પ્રવાહવાળી, શીલરૂપી
કિનારાવાળી અને દયારૂપી તરંગોથી ભરેલી જે આત્મનદી છે, તેમાં હે પાંડુપુત્ર!
સ્નાન કરો; અંતરાત્મા જળથી શુદ્ધ થતો નથી.)’ — એ પ્રમાણે ‘અશુચિત્વ – અનુપ્રેક્ષા’ પૂરી
થઈ. ૬.
હવે, આગળ આસ્રવ-૧અનુપ્રેક્ષા કહેવામાં આવે છેઃ — ‘સમુદ્રમાં છિદ્રવાળી નાવની
જેમ આ જીવ ઇન્દ્રિયાદિ આસ્રવોથી સંસારરૂપી સાગરમાં પડે છે’ એ વાર્તિક છે. અતીન્દ્રિય
સ્વશુદ્ધાત્મસંવેદનથી વિલક્ષણ સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ — એ પાંચ ઇન્દ્રિયો છે.
लभ्यते । तथैव ‘‘ब्रह्मचारी सदा शुचिः’’ इतिवचनात्तथाविधब्रह्मचारिणामेव शुचित्वं न च
कामक्रोधादिरतानां जलस्नानादिशौचेऽपि । तथैव च — ‘‘जन्मना जायते शूद्रः क्रियया द्विज
उच्यते । श्रुतेन श्रोत्रियो ज्ञेयो ब्रह्मचर्येण ब्राह्मणः ।१।’’ इतिवचनात्त एव निश्चयशुद्धाः
ब्राह्मणाः । तथा चोक्तं नारायणेन युधिष्ठिरं प्रति विशुद्धात्मनदीस्नानमेव परमशुचित्वकारणं,
न च लौकिकगङ्गादितीर्थेस्नानादिकम् । ‘‘आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा
दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुद्ध्यति चान्तरात्मा ।१।’’ इत्यशुचित्वानुप्रेक्षा
गता ।।६।।
अत ऊर्ध्वमास्रवानुप्रेक्षा कथ्यते । समुद्रे सच्छिद्रपोतवदयं जीव इन्द्रियाद्यास्रवैः
संसारसागरे पततीति वार्त्तिकम् । अतीन्द्रियस्वशुद्धात्मसंवित्तिविलक्षणानि स्पर्शनरसनघ्राणचक्षुः
૧. શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત દ્વાદશઅનુપ્રેક્ષા ગાથા ૬૦ માં કહ્યું છે કેઃ — આસ્રવના જે ભેદો કહેવામાં
આવ્યા છે, તે નિશ્ચયનયથી જીવના નથી, માટે આત્માને બન્ને પ્રકારના આસ્રવોથી રહિત જ નિરંતર
ચિંતવવો જોઈએ.
૧૨૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ