Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Sanvar Anupreksha.

< Previous Page   Next Page >


Page 127 of 272
PDF/HTML Page 139 of 284

 

background image
श्रोत्राणीन्द्रियाणि भण्यन्ते परमोपशममूर्तिपरमात्मस्वभावस्य क्षोभोत्पादकाः क्रोधमान-
मायालोभकषाया अभिधीयन्ते रागादिविकल्पनिवृत्तिरूपायाः शुद्धात्मानुभूतेः प्रतिकूलानि
हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहप्रवृत्तिरूपाणि पञ्चाव्रतानि निष्क्रियनिर्विकारात्मतत्त्वाद्विपरीता
मनोवचनकायव्यापाररूपाः परमागमोक्ताः सम्यक्त्वक्रिया मिथ्यात्वक्रियेत्यादिपञ्चविंशतिक्रियाः
उच्यन्ते
इन्द्रियकषायाव्रतक्रियारूपास्रवाणां स्वरूपमेतद्विज्ञेयम् यथा समुद्रेऽनेक-
रत्नभाण्डपूर्णस्य सच्छिद्रपोतस्य जलप्रवेशे पातो भवति, न च वेलापत्तनं प्राप्नोति तथा
सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणामूल्यरत्नभाण्डपूर्णजीवपोतस्य पूर्वोक्तास्रवद्वारैः कर्मजलप्रवेशे सति
संसारसमुद्रे पातो भवति, न च केवलज्ञानाव्याबाधसुखाद्यनन्तगुणरत्नपूर्णमुक्तिवेलापत्तनं
प्राप्नोतीति
एवमास्रवगतदोषानुचिन्तनमास्रवानुप्रेक्षा ज्ञातव्येति ।।।।
अथ संवरानुप्रेक्षा कथ्यतेयथा तदेव जलपात्रं छिद्रस्य झम्पने सति जलप्रवेशाभावे
निर्विघ्नेन वेलापत्तनं प्राप्नोति; तथा जीवजलपात्रं निजशुद्धात्मसंवित्तिबलेन
इन्द्रियाद्यास्रवच्छिद्राणां झम्पने सति कर्मजलप्रवेशाभावे निर्विघ्नेन केवलज्ञानाद्यनन्त-
પરમઉપશમમૂર્તિ પરમાત્મસ્વભાવને ક્ષોભ ઉત્પન્ન કરનાર ક્રોધ, માન, માયા અને
લોભએ ચાર કષાય કહેવાય છે. રાગાદિ વિકલ્પોની નિવૃત્તિરૂપ શુદ્ધાત્માનુભૂતિથી
પ્રતિકૂળ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પ્રવૃત્તિરૂપ પાંચ અવ્રત છે.
નિષ્ક્રિય નિર્વિકાર આત્મતત્ત્વથી વિપરીત એવી, મન
વચનકાયાના વ્યાપારરૂપ,
પરમાગમમાં કહેલી સમ્યક્ત્વક્રિયા, મિથ્યાત્વક્રિયા વગેરે પચીસ ક્રિયા છે. આ રીતે ઇન્દ્રિય,
કષાય, અવ્રત અને ક્રિયારૂપ આસ્રવોનું સ્વરૂપ જાણવું. જેમ સમુદ્રમાં અનેક રત્નોરૂપી
માલથી ભરેલું, છિદ્રવાળું વહાણ તેમાં જળ પ્રવેશતાં ડૂબી જાય છે, સમુદ્રને કિનારે નગરમાં
પહોંચી શકતું નથી; તેમ સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રસ્વરૂપ અમૂલ્ય રત્નોરૂપી માલથી ભરેલું
જીવરૂપી વહાણ, પૂર્વોક્ત આસ્રવરૂપી દ્વારોમાં કર્મરૂપી જળ પ્રવેશતાં સંસારરૂપી સમુદ્રમાં
ડૂબી જાય છે, કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ આદિ અનંતગુણરૂપ રત્નોથી પૂર્ણ એવા,
મુક્તિરૂપી સમુદ્રકિનારાના નગરમાં પહોંચી શકતું નથી. એમ, આસ્રવમાં રહેલા દોષોનું
ચિંતન કરવું તેને આસ્રવ
- અનુપ્રેક્ષા જાણવી. ૭.
હવે, સંવરઅનુપ્રેક્ષા કહેવામાં આવે છેઃજેવી રીતે તે જ વહાણ છિદ્ર બંધ
થઈ જવાથી, તેમાં પાણીનો પ્રવેશ ન થવાને લીધે નિર્વિઘ્નપણે સમુદ્રકિનારાના નગરમાં
પહોંચી જાય છે, તેવી રીતે જીવરૂપી વહાણ નિજશુદ્ધાત્માની સંવિત્તિના બળે ઇન્દ્રિયાદિ
આસ્રવોરૂપી છિદ્રો બંધ થતાં, કર્મરૂપી જળનો પ્રવેશ તેમાં ન થવાથી નિર્વિઘ્નપણે
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૨૭