કેવળજ્ઞાનાદિ અનંત ગુણરત્નોથી પૂર્ણ એવા, મુક્તિરૂપી સમુદ્રકિનારાના નગરમાં
પહોંચી જાય છે. આ પ્રમાણે સંવરમાં રહેલા ગુણોના ચિંતવનરૂપ ૧સંવર - અનુપ્રેક્ષા
જાણવી. ૮.
હવે, નિર્જરા – અનુપ્રેક્ષાનું પ્રતિપાદન કરે છેઃ — જેમ કોઈ મનુષ્યને અજીર્ણ દોષને
લીધે મળસંચય થવાથી, તે માણસ આહારનો ત્યાગ કરીને મળને પકાવનાર અને જઠરાગ્નિ
વધારનાર એવી હરડે વગેરે દવા લે છે અને તેનાથી મળ પાકી જવાથી ગળી જતાં – ખરી
જતાં તે સુખી થાય છે; તેમ આ ભવ્ય જીવ પણ અજીર્ણ ઉત્પન્ન કરનાર આહાર સમાન
મિથ્યાત્વ - રાગાદિ અજ્ઞાનભાવથી કર્મરૂપી મળનો સંચય થતાં, મિથ્યાત્વ - રાગાદિ છોડીને
પરમ ઔષધ સમાન એવું જે, જીવન – મરણ, લાભ – અલાભ, સુખ – દુઃખ આદિમાં
સમભાવનું પ્રતિપાદન કરનારું, કર્મરૂપી મળને પચાવનારું, શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિને
પ્રજ્વલિત કરનારું, જિનવચનરૂપી ઔષધ, તેનું સેવન કરે છે અને તેનાથી કર્મરૂપી મળ
ગળી જતાં – નિર્જરી જતાં તે સુખી થાય છે. વિશેષ — જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય અજીર્ણના
સમયે પોતાને જે દુઃખ થયું હતું તેને અજીર્ણ મટી જવા છતાં પણ ભૂલી જતો નથી અને
અજીર્ણ ઉત્પન્ન કરનાર આહારનો ત્યાગ કરે છે અને તેથી તે સદા સુખી રહે છે; તેમ
વિવેકી જીવ પણ ‘आर्ता नरा धर्मपरा भवन्ति । (દુઃખી મનુષ્ય ધર્મમાં તત્પર થાય છે)’ એ
गुणरत्नपूर्णमुक्तिवेलापत्तनं प्राप्नोतीति । एवं संवरगतगुणानुचिन्तनं संवरानुप्रेक्षा ज्ञातव्या ।।८।।
अथ निर्जरानुप्रेक्षा प्रतिपादयति । यथा कोप्यजीर्णदोषेण मलसञ्चये जाते सत्याहारं
त्यक्त्वा किमपि हरीतक्यादिकं मलपाचकमग्निदीपकं चौषधं गृह्णाति । तेन च मलपाकेन
मलानां पातने गलने निर्जरणे सति सुखी भवति । तथायं भव्य जीवोऽप्य-
जीर्णजनकाहारस्थानीयमिथ्यात्वरागाद्यज्ञानभावेन कर्ममलसञ्चये सति मिथ्यात्वरागादिकं
त्यक्त्वा परमौषधस्थानीयं जीवितमरणलाभालाभसुखदुःखादिसमभावनाप्रतिपादकं कर्ममल-
पाचकं शुद्धध्यानाग्निदीपकं च जिनवचनौषधं सेवते । तेन च कर्ममलानां गलने निर्जरणे सति
सुखी भवति । किञ्च – यथा कोऽपि धीमानजीर्णकाले यद्दुखं जातं तदजीर्णे गतेऽपि न
विस्मरति ततश्चाजीर्णजनकाहारं परिहरति तेन च सर्वदैव सुखी भवति । तथा विवेकिजनोऽपि
‘आर्ता नरा धर्मपरा भवन्ति’ इति वचनाद्दुःखोत्पत्तिकाले ये धर्मपरिणामा जायन्ते तान्
૧. સંવર ચતુર્થ ગુણસ્થાનથી શરૂ થાય છે અને ચૌદમા ગુણસ્થાનને પહેલે સમયે સંવર પૂર્ણ થઈ જાય
છે, માટે ચતુર્થ ગુણસ્થાનથી ભૂમિકા અનુસાર નિજ શુદ્ધાત્મસંવિત્તિનું બળ હર સમયે હોય છે, એમ
સમજવું.
૧૨૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ