વચન પ્રમાણે દુઃખ ઉત્પન્ન થવાના સમયે જે ધર્મના પરિણામ ઉત્પન્ન થાય છે તેને, દુઃખ
ચાલ્યું જવા છતાં પણ, ભૂલી જતા નથી, અને તેથી નિજ પરમાત્માના અનુભવના બળથી
નિર્જરા માટે દ્રષ્ટ – શ્રુત – અનુભૂત ભોગાકાંક્ષાદિરૂપ વિભાવપરિણામના પરિત્યાગરૂપ સંવેગ –
વૈરાગ્ય પરિણામોમાં વર્તે છે.
સંવેગ અને વૈરાગ્યનું લક્ષણ કહે છે. ‘धम्मे य धम्मफलह्नि दंसणे य हरिसो य हुंति
संवेगो । संसारदेहभोगेसु विरत्तभावो य वैरग्गं ।।’ (ધર્મમાં, ધર્મના ફળમાં અને દર્શનમાં જે હર્ષ
થાય છે તે સંવેગ છે; સંસાર, દેહ તથા ભોગોમાં જે વિરક્તભાવ છે તે વૈરાગ્ય છે.)’
— એ પ્રમાણે નિર્જરા - અનુપ્રેક્ષા પૂરી થઈ. ૯.
હવે, લોક - અનુપ્રેક્ષાનું પ્રતિપાદન કરે છે. તે આ રીતે — અનંતાનંત આકાશના
બિલકુલ મધ્યપ્રદેશમાં ઘનોદધિ, ઘનવાત અને તનુવાત નામના ત્રણ વાયુઓથી વીંટળાયેલો,
અનાદિનિધન, અકૃત્રિમ, નિશ્ચળ, અસંખ્યાતપ્રદેશી લોક છે. તેનો આકાર કહે છેઃ નીચા
મુખે મૂકેલાં અર્ધા મૃદંગ ઉપર આખું મૃદંગ મૂકવામાં આવે છે અને જેવો આકાર થાય
તેવો આકાર લોકનો છે; પરંતુ મૃદંગ ગોળાકાર હોય છે અને લોક ચોરસ છે, એટલો
તફાવત છે. અથવા પગ પહોળા કરીને, કેડ ઉપર હાથ મૂકીને ઊભેલા પુરુષનો જેવો આકાર
હોય છે તેવો લોકનો આકાર છે. હવે તેની જ ઊંચાઈ – લંબાઈ – વિસ્તારનું કથન કરે છે.
ચૌદ રાજુ ઊંચો, ઉત્તર – દક્ષિણ બધે સાત રાજુ પહોળો છે. પૂર્વ – પશ્ચિમમાં નીચેના ભાગમાં
दुःखे गतेऽपि न विस्मरति । ततश्च निजपरमात्मानुभूतिबलेन निर्जरार्थं दृष्टश्रुतानुभूत-
भोगाकांक्षादिविभावपरिणामपरित्यागरूपैः संवेगवैराग्यपरिणामैर्वर्त्तत इति । संवेगवैराग्यलक्षणं
कथ्यते — ‘‘धम्मे य धम्मफलह्मि दंसणे य हरिसो य हुंति संवेगो । संसारदेहभोगेसु
विरत्तभावो य वैरग्गं ।१।’’ इति निर्जरानुप्रेक्षागता ।।९।।
अथ लोकानुप्रेक्षां प्रतिपादयति । तद्यथा — अनंतानंताकाशबहुमध्यप्रदेशे
घनोदधिघनवाततनुवाताभिधानवायुत्रयवेष्टितानादिनिधनाकृत्रिमनिश्चलासंख्यातप्रदेशो लोको-
ऽस्ति । तस्याकारः कथ्यते — अधोमुखार्द्धमुरजस्योपरि पूर्णे मुरजे स्थापिते यादृशाकारो भवति
तादृशाकारः, परं किन्तु मुरजो वृत्तो लोकस्तु चतुष्कोण इति विशेषः । अथवा प्रसारितपादस्य
कटितटन्यस्तहस्तस्य चोर्ध्वस्थितपुरुषस्य यादृशाकारो भवति तादृशः । इदानीं
तस्यैवोत्सेधायामविस्ताराः कथ्यन्ते — चतुर्दशरज्जुप्रमाणोत्सेधस्तथैव दक्षिणोत्तरेण सर्वत्र
सप्तरज्जुप्रमाणायामो भवति । पूर्वपश्चिमेन पुनरधोविभागे सप्तरज्जुविस्तारः । ततश्चाधोभागात्
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૨૯