સાત રાજુ પહોળો છે, તે અધોભાગથી પહોળાઈ ક્રમે ક્રમે ઘટતાં જ્યાં મધ્યલોક છે, ત્યાં
એક રાજુ પહોળાઈ રહે છે. પછી મધ્યલોકથી ઊંચે ક્રમે ક્રમે વધે છે અને બ્રહ્મલોકના
અંતે પાંચ રાજુની પહોળાઈ થાય છે, પછી તેનાથી આગળ ફરીથી ઘટે છે અને લોકના
છેડે તે એક રાજુની પહોળાઈવાળો રહે છે. તે જ લોકના મધ્યભાગમાં, ખાંડણિયામાં
વચ્ચોવચ નીચે છિદ્રવાળી એક વાંસની નળી મૂકી હોય તેવી, એક ચોરસ ત્રસ નાડી છે.
તે એક રાજુ લાંબી - પહોળી અને ચૌદ રાજુ ઊંચી છે. તેના નીચેના ભાગમાં જે સાત રાજુ
છે તે અધોલોક સંબંધી છે. ઊર્ધ્વભાગમાં મધ્યલોકની ઊંચાઈ સંબંધી એક લાખ
યોજનપ્રમાણ સુમેરુ પર્વતની ઊંચાઈ સહિત સાત રાજુ ઊર્ધ્વલોક સંબંધી છે.
હવે પછી, અધોલોકનું કથન કરે છેઃ — અધોભાગમાં સુમેરુ પર્વતને આધારભૂત
રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી છે. તે રત્નપ્રભા પૃથ્વીની નીચે નીચે એકેક રાજુપ્રમાણ
આકાશમાં ક્રમપૂર્વક શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને
મહાતમપ્રભા નામની છ ભૂમિ છે. તેની નીચે એક રાજુપ્રમાણ ભૂમિરહિત ક્ષેત્રમાં નિગોદાદિ
પાંચ સ્થાવરો ભર્યા છે. રત્નપ્રભા આદિ પ્રત્યેક પૃથ્વીને ઘનોદધિ, ઘનવાત અને તનુવાત
એ ત્રણ વાયુ આધારભૂત છે એમ જાણવું. કઈ પૃથ્વીમાં કેટલા નરકનાં બિલ (ઉત્પન્ન
થવાનાં સ્થાન) છે તે ક્રમપૂર્વક કહે છે. પહેલી ભૂમિમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ,
ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં નવાણુ હજાર
क्रमहानिरूपेण हीयते यावन्मध्यलोक एकरज्जुप्रमाणविस्तारो भवति । ततो मध्यलोकादूर्ध्वं
क्रमवृद्ध्या वर्द्धते यावद् ब्रह्मलोकान्ते रज्जुपञ्चकविस्तारो भवति । ततश्चोर्ध्वं पुनरपि हीयते
यावल्लोकांते रज्जुप्रमाणविस्तारो भवति । तस्यैव लोकस्य मध्ये पुनरुदूखलस्य मध्याधोभागे
छिद्रे कृते सति निक्षिप्तवंशनालिकेव चतुष्कोणा त्रसनाडी भवति । सा चैकरज्जुविष्कम्भा
चतुर्दशरज्जूत्सेधा विज्ञेया । तस्यास्त्वधोभागे सप्तरज्जवोऽधोलोकसंबन्धिन्यः । ऊर्ध्वभागे
मध्यलोकोत्सेधसंबन्धिलक्षयोजनप्रमाणमेरूत्सेधः सप्तरज्जव ऊर्ध्वलोकसम्बन्धिन्यः ।
अतः परमधोलोकः कथ्यते । अधोभागे मेरोराधारभूता रत्नप्रभाख्या प्रथम पृथिवी ।
तस्या अधोऽधः प्रत्येकमेकैकरज्जुप्रमाणामाकाशं गत्वा यथाक्रमेण शर्करावालुकापङ्क-
धूमतमोमहातमः संज्ञा षड् भूमयो भवन्ति । तस्मादधोभागे रज्जुप्रमाणं क्षेत्रं भूमिरहितं
निगोदादिपञ्चस्थावरभृतं च तिष्ठति । रत्नप्रभादिपृथिवीनां प्रत्येकं घनोदधिघनवात-
तनुवातत्रयमाधारभूतं भवतीति विज्ञेयम् । कस्यां पृथिव्यां कति नरकबिलानि सन्तीति प्रश्ने
यथाक्रमेण कथयति — तासु त्रिंशत्पञ्चविंशतिपञ्चदशदशत्रिपञ्चोनैकनरकशतसहस्राणि पञ्च
૧૩૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ