નવસો પંચાણુ અને સાતમીમાં પાંચ; — એ રીતે બધા મળીને ચોર્યાસી લાખ બિલ
છે.
હવે, રત્નપ્રભા આદિ પૃથ્વીનું ક્રમપૂર્વક પિંડપ્રમાણ કેટલું છે તે કહે છે. પિંડ
એટલે શું? ઊંડાઈ અથવા જાડાઈ. પ્રથમ પૃથ્વીના એક લાખ એંસી હજાર, બીજીના
બત્રીસ હજાર, ત્રીજીના અઠાવીસ હજાર, ચોથીના ચોવીસ હજાર, પાંચમીના વીસ
હજાર, છઠ્ઠીના સોળ હજાર અને સાતમીના આઠ હજાર યોજન પિંડ જાણવા. તે
પૃથ્વીઓનો તિર્યક્ વિસ્તાર ચારે દિશાઓમાં જોકે ત્રસ નાડીની અપેક્ષાએ એક રાજુ
પ્રમાણ છે, તોપણ ત્રસરહિત ત્રસનાડીના બહારના ભાગમાં લોકના અંત સુધી છે.
તે જ કહ્યું છે — ‘‘અંતને સ્પર્શતી પૃથ્વીઓનું પ્રમાણ બધી દિશાઓમાં લોકના અંત
સુધીનું છે.’’ અહીં વિસ્તારમાં તિર્યક્ લોક સુધીની, ઊંડાઈમાં મેરુપર્વતની અવગાહના
જેવડી એક હજાર યોજન પહોળી ચિત્રા નામની પૃથ્વી મધ્યલોકમાં છે, તે પૃથ્વીની
નીચે સોળહજાર યોજન પહોળો ખરભાગ છે. તે ખરભાગની નીચે ચોર્યાસી હજાર
યોજન પહોળો પંકભાગ છે, તેનાથી પણ નીચે એંસી હજાર યોજન પહોળો અબ્બહુલ
ભાગ છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વી ત્રણ ભેદવાળી જાણવી. તે ખરભાગમાં અસુરકુળ
સિવાય નવ પ્રકારના ભવનવાસી દેવોના અને રાક્ષસકુળ સિવાયના સાત પ્રકારના
વ્યંતર દેવોના આવાસ જાણવા. પંકભાગમાં અસુરકુમારોના અને રાક્ષસોના નિવાસ છે.
અબ્બહુલ ભાગમાં નારકીઓ છે.
चैव यथाक्रमम् ८४००००० । अथ रत्नप्रभादिपृथिवीनां क्रमेण पिण्डस्य प्रमाणं कथयति ।
पिण्डस्य कोऽर्थः ? मन्द्रत्वस्य बाहुल्यस्येति । अशीतिसहस्राधिकैकलक्षं तथैव
द्वात्रिंशदष्टाविंशतिचतुर्विंशतिविंशतिषोडशाष्टसहस्रप्रमितानि योजनानि ज्ञातव्यानि ।
तिर्यग्विस्तारस्तु चतुर्दिग्विभागे यद्यपि त्रसनाडयपेक्षयैकरज्जुप्रमाणस्तथापि त्रसरहितबहिर्भागे
लोकान्तप्रमाणमिति । तथाचोक्तं ‘‘भुवामन्ते स्पृशन्तीनां लोकान्तं सर्वदिक्षु च’’ । अत्र
विस्तारेण तिर्यग्विस्तारपर्यन्तमन्द्रत्वेन मंदरावगाहयोजनसहस्रबाहुल्या मध्यलोके या चित्रा
पृथिवी तिष्ठति तस्या अधोभागे षोडशसहस्रबाहुल्यः खरभागस्तिष्ठति । तस्मा-
दप्यधश्चतुरशीतियोजनसहस्रबाहुल्यः पङ्कभागः तिष्ठति । ततोऽप्यधोभागे अशीतिसहस्रबाहुल्यो
अब्बहुलभागस्तिष्ठतीत्येवं रत्नप्रभा पृथिवी त्रिभेदा ज्ञातव्या । तत्र खरभागेऽसुरकुलं विहाय
नवप्रकारभवनवासिदेवानां तथैव राक्षसकुलं विहाय सप्तप्रकारव्यन्तरदेवानां आवासा ज्ञातव्या
इति । पङ्कभागे पुनरसुराणां राक्षसानां चेति । अब्बहुलभागे नारकास्तिष्ठन्ति ।
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૩૧