ક્રમ પ્રમાણે પટલ હોય છે. ભૂમિના ક્રમ પ્રમાણે તે પટલ પહેલી નરક પૃથ્વીમાં તેર,
બીજીમાં અગિયાર, ત્રીજીમાં નવ, ચોથીમાં સાત, પાંચમીમાં પાંચ, છઠ્ઠીમાં ત્રણ અને
સાતમીમાં એક; એવી રીતે કુલ ઓગણપચાસ પટલ છે. ‘પટલ’ એટલે શું? ‘પટલ’ નો
અર્થ પ્રસ્તાર, ઇન્દ્રક અથવા અંતર્ભૂમિ છે. ત્યાં રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીના સીમન્ત
નામના પ્રથમ પટલમાં મનુષ્ય લોક જેવું સંખ્યાત ભોજન (પીસ્તાળીસ લાખ યોજન)
વિસ્તારવાળું મધ્ય બિલ છે, તેનું નામ ઇન્દ્રક છે. તેની (ઇન્દ્રકની) ચારે દિશાઓમાં પ્રત્યેક
દિશામાં અસંખ્યાત યોજન વિસ્તારવાળાં હારબંધ ઓગણપચાસ બિલ છે; તેવી જ રીતે ચારે
વિદિશાઓમાંની પ્રત્યેક દિશામાં હારબંધ જે અડતાળીસ અડતાળીસ બિલ છે તે પણ
અસંખ્યાત યોજન વિસ્તારવાળાં છે. તેમની ‘શ્રેણીબદ્ધ’ સંજ્ઞા છે. ચાર દિશા અને ચાર
વિદિશાઓની વચ્ચે પંક્તિરહિત વિખરાયેલ ફૂલોની પેઠે કેટલાંક સંખ્યાત યોજન અને
કેટલાંક અસંખ્યાત યોજન વિસ્તારવાળાં જે બિલ છે તેમની ‘પ્રકીર્ણક’ સંજ્ઞા છે. એ પ્રમાણે
ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણકરૂપ ત્રણ પ્રકારના નરક છે. આ રીતે પ્રથમ પટલનું વ્યાખ્યાન
જાણવું. તેવી જ રીતે પૂર્વોક્ત ઓગણપચાસ પટલોમાં બિલોના વ્યાખ્યાનનો એવો જ ક્રમ
છે, પણ પ્રત્યેક પટલમાં આઠે દિશાઓનાં શ્રેણીબદ્ધ બિલોમાં એકેક બિલ ઘટતું જાય છે.
त्रयोदशैकादशनवसप्तपञ्चत्र्येकसंख्यानि, तान्येव सर्वसमुदायेन पुनरेकोनपञ्चाशत्प्रमितानि
पटलानि
योजनविस्ताराणि
तेषां प्रकीर्णक संज्ञा