તેથી, સાતમી પૃથ્વીમાં ચારે દિશાઓમાં એક એક બિલ રહે છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીઓના નારકીના શરીરની ઊંચાઈનું કથન કરવામાં આવે છે.
પ્રથમ પટલમાં ત્રણ હાથની ઊંચાઈ છે, પછી ક્રમે ક્રમે વધતા વધતા તેરમા પટલમાં સાત
ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની ઊંચાઈ છે. પછી બીજી પૃથ્વી આદિના અંતિમ ઇન્દ્રક
બિલોમાં બમણી બમણી કરવાથી સાતમી પૃથ્વીમાં પાંચસો ધનુષ્યની ઊંચાઈ થાય છે.
ઉપરના નરકોમાં જે ઉત્કૃષ્ટ ઊંચાઈ છે તેનાથી કાંઈક અધિક નીચેના નરકોમાં જઘન્ય
ઊંચાઈ છે, તેવી જ રીતે પટલોમાં પણ જાણવું. નારકી જીવોના આયુષ્યનું પ્રમાણ કહે
છે. પ્રથમ પૃથ્વીના પ્રથમ પટલમાં જઘન્ય દસ હજાર વર્ષનું આયુષ્ય છે, ત્યારપછી
આગમમાં કહેલી ક્રમિક વૃદ્ધિ પ્રમાણે છેલ્લા પટલમાં એક સાગરપ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય
છે. ત્યારપછી બીજી વગેરે પૃથ્વીઓમાં ક્રમપૂર્વક ત્રણ સાગર, સાત સાગર, દસ સાગર,
સત્તર સાગર, બાવીસ સાગર અને તેત્રીસ સાગરપ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ છે. પહેલી
પૃથ્વીમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેનાથી એક સમય અધિક બીજીમાં જઘન્ય આયુષ્ય છે.
તેવી જ રીતે પહેલા પટલમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેનાથી એક સમય અધિક બીજા
પટલમાં જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી જાણવું. સ્વશુદ્ધાત્મના
સંવેદનરૂપ નિશ્ચયરત્નત્રયથી વિલક્ષણ તીવ્ર મિથ્યાદર્શન – જ્ઞાન
– ચારિત્રરૂપે પરિણમેલ અસંજ્ઞી
પંચેન્દ્રિય, ઘો વગેરે, પક્ષી, સર્પ, સિંહ અને સ્ત્રીઓને ક્રમપૂર્વક રત્નપ્રભા આદિ છ પૃથ્વીઓ
સુધી જવાની શક્તિ છે. સાતમી પૃથ્વીમાં કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય અને મત્સ્યોને
चतुर्दिग्भागेष्वेकं बिलं तिष्ठति ।
रत्नप्रभादिनारकदेहोत्सेधः कथ्यते । प्रथमपटले हस्तत्रयं ततः क्रमवृद्धि-
वशात्त्रयोदशपटले सप्तचापानि हस्तत्रयमङ्गुलषट्कं । ततो द्वितीयपृथिव्यादिषु चरमेन्द्रकेषु
द्विगुणद्विगुणे क्रियमाणे सप्तमपृथिव्यां चापशतपञ्चकं भवति । उपरितने नरके य उत्कृष्टोत्सेधः
सोऽधस्तने नरके विशेषाधिको जघन्यो भवति, तथैव पटलेषु च ज्ञातव्यः । आयुः प्रमाणं
कथ्यते । प्रथमपृथिव्यां प्रथमे पटले जघन्येन दशवर्षसहस्राणि तत आगमोक्त-
क्रमवृद्धिवशादन्तपटले सर्वोत्कर्षेणैकसागरोपमम् । ततः परं द्वितीयपृथिव्यादिपु क्रमेण
त्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपममुत्कृष्टजीवितम् । यच्च प्रथमपृथिव्यामुत्कृष्टं
तद्द्वितीयायां समयाधिकं जघन्यं, तथैव पटलेषु च । एवं सप्तमपृथिवीपर्यन्तं ज्ञातव्यम् ।
स्वशुद्धात्मसंवित्तिलक्षणनिश्चयरत्नत्रयविलक्षणैस्तीव्रमिथ्यात्वदर्शनज्ञानचारित्रैः परिणतानाम-
संज्ञिपञ्चेन्द्रियसरटपक्षिसर्पसिंहस्त्रीणां क्रमेण रत्नप्रभादिषु षट्पृथिवीषु गमनशक्तिरस्ति
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૩૩