Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 134 of 272
PDF/HTML Page 146 of 284

 

background image
જ જવાની શક્તિ છે. વિશેષજો કોઈ જીવ સતત નરકમાં જાય તો પ્રથમ પૃથ્વીમાં આઠ
વાર, બીજીમાં સાત વાર, ત્રીજીમાં છ વાર, ચોથીમાં પાંચ વાર, પાંચમીમાં ચાર વાર,
છઠ્ઠીમાં ત્રણ વાર અને સાતમીમાં બે વાર જ જઈ શકે છે. પરંતુ સાતમી નરકમાંથી
નીકળેલો જીવ ફરી એકવાર તે જ અથવા બીજી કોઈ નરકમાં જાય છે એવો નિયમ છે.
નરકમાંથી નીકળેલા જીવો બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તી નામના શલાકા
પુરુષો થતા નથી. ચોથી નરકમાંથી નીકળેલ જીવ તીર્થંકર, પાંચમીમાંથી નીકળેલ જીવ
ચરમશરીરી, છઠ્ઠીમાંથી નીકળેલ જીવ ભાવલિંગી મુનિ અને સાતમીમાંથી નીકળેલ જીવ
શ્રાવક થતો નથી. તો શું થાય છે? ‘‘
નરકમાંથી આવેલા જીવો કર્મભૂમિમાં સંજ્ઞી, પર્યાપ્ત
તથા ગર્ભજ મનુષ્ય કે તિર્યંચ થાય છે. સાતમી નરકમાંથી આવેલો જીવ તિર્યંચ જ થાય
છે.’’
હવે, નારકીઓનાં દુઃખનું કથન કરે છેઃતે આ પ્રમાણેવિશુદ્ધ જ્ઞાનદર્શન
જેનો સ્વભાવ છે, એવા નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઅનુષ્ઠાનની ભાવનાથી
ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદરહિત અને
પાંચ ઇન્દ્રિયના વિષયસુખના આસ્વાદમાં લંપટ એવા મિથ્યાદ્રષ્ટિ જીવોએ જે નરક
- આયુ
અને નરક - ગતિ આદિ પાપકર્મ ઉપાર્જિત કર્યું હોય છે, તેના ઉદયથી તે નરકમાં ઉત્પન્ન
થઈને ચાર પૃથ્વીઓમાં તીવ્ર ઉષ્ણતાનું દુઃખ, પાંચમી નરકના ઉપરના ત્રણ ચતુર્થાંશ
सप्तम्यां तु कर्मभूमिजमनुष्याणां मत्स्यानामेव किञ्चयदि कोऽपि निरन्तरं नरके गच्छति
तदा पृथिवीक्रमेणाष्टसप्तषट्पञ्चचतुस्त्रिद्विसंख्यवारानेव किन्तु सप्तमनरकादागताः पुनरप्येक-
वारं तत्रान्यत्र वा नरके गच्छन्तीति नियमः नरकादागता जीवा बलदेववासुदेवप्रतिवासुदेव-
चक्रवर्तिसंज्ञाः शलाकापुरुषाः न भवन्ति चतुर्थपञ्चमषष्ठसप्तमनरकेभ्यः समागताः क्रमेण
तीर्थंकरचरमदेहभावसंयतश्रावका न भवन्ति तर्हि किं भवन्ति ? ‘‘णिरयादो णिस्सरिदो
णरतिरिए कम्मसण्णिपज्जत्ते गब्भभवे उप्पज्जदि सत्तमणिरयादु तिरिएव ।।।।’’
इदानीं नारकदुःखानि कथ्यन्ते तद्यथाविशुद्धज्ञानदर्शनस्वभावनिजपरमात्मतत्त्व-
सम्यक्श्रद्धानज्ञानानुष्ठानभावनोत्पन्ननिर्विकारपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादरहितैः
पञ्चेन्द्रियविषयसुखास्वादलम्पटैर्मिथ्यादृष्टिजीवैर्यदुपार्जितं नरकायुर्नरकगत्यादिपापकर्म तदुदयेन
नरके समुत्पद्य पृथिवीचतुष्टये तीव्रोष्णदुःखं, पञ्चम्यां पुनरुपरितनत्रिभागे तीव्रोष्ण-
૧. ત્રિલોકસાર ગાથા. ૨૦૩.૨.ત્રિલોકસાર ગાથા. ૨૦૭.
૧૩૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ