ભાગમાં તીવ્ર ઉષ્ણતાનું દુઃખ અને નીચેના એક ચતુર્થાંશ ભાગમાં તીવ્ર ઠંડીનું દુઃખ, તથા
છઠ્ઠી અને સાતમી નરકમાં અત્યંત શીતથી ઉત્પન્ન થતું દુઃખ અનુભવે છે. તેમજ છેદન,
ભેદન, કરવતથી વિદારણ, ઘાણીમાં પીલાવાનું, શૂળી પર ચઢાવવા વગેરેનું તીવ્ર દુઃખ સહન
કરે છે. કહ્યું છે કેઃ — ‘‘નરકમાં૧ નારકીઓને રાત અને દિવસ દુઃખરૂપી અગ્નિમાં શેકાતા
આંખના પલકારા જેટલું પણ સુખ નથી, પરંતુ સદા દુઃખ જ લાગ્યું રહે છે. ૧.’’ પહેલી
ત્રણ પૃથ્વીઓ સુધી અસુરકુમાર દેવોની ઉદીરણા વડે થતું દુઃખ પણ ભોગવે છે — એમ
જાણીને નરકનાં દુઃખનો વિનાશ કરવા માટે ભેદાભેદ રત્નત્રયની ભાવના કરવી. આ રીતે
સંક્ષેપમાં અધોલોકનું વ્યાખ્યાન જાણવું.
ત્યારપછી મધ્યલોકનું વર્ણન કરે છે — ગોળાકારવાળા જંબૂદ્વીપાદિ શુભ નામવાળા
દ્વીપો અને લવણાદિ શુભ નામવાળા સમુદ્રો બમણા બમણા વિસ્તારથી પહેલા પહેલાના
દ્વીપને સમુદ્ર અને સમુદ્રને દ્વીપ — એ ક્રમથી વીંટળાઈને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ત્રાંસા
( તિર્યક્ ) વિસ્તારમાં ફેલાયેલા છે, તે કારણે તેને તિર્યક્ લોક કહે છે અને મધ્યલોક પણ
કહે છે. તે આ પ્રમાણે — તે સાડા ત્રણ ઉદ્ધાર સાગરોપમ લોમ (વાળ)ના ટુકડા જેટલા
અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં જંબૂદ્વીપ છે. તે જાંબૂના વૃક્ષથી ઓળખાતા અને
મધ્યભાગમાં આવેલા મેરુ પર્વતસહિત ગોળાકાર એક લાખ યોજનના વિસ્તારવાળો છે
અને તે બમણા વિસ્તારવાળા બે લાખ યોજનપ્રમાણ ગોળાકાર લવણ સમુદ્રવડે બહારના
दुःखमधोभागे तीव्रशीतदुःखं, षष्ठीसप्तम्योरतिशीतोत्पन्नदुःखमनुभवन्ति । तथैव छेदनभेदन-
क्रकचविदारणयंत्रपीडनशूलारोहणादितीव्रदुःखं सहंते तथा चोक्तं — ‘‘अच्छिणिमीलणमेत्तं
णत्थि सुहं दुःखमेव अणुबद्धं । णिरये णेरयियाणं अहोणिसं पञ्चमाणाणं ।।१।।’’ प्रथमपृथिवी-
त्रयपर्यंतमसुरोदीरितं चेति । एवं ज्ञात्वा, नारकदुःखविनाशार्थं भेदाभेदरत्नत्रयभावना कर्तव्या ।
संक्षेपेणाधोलोक-व्याख्यानं ज्ञातव्यम् ।
अतः परं तिर्यक्लोकः कथ्यते — जम्बूद्वीपादिशुभनामानो द्वीपः लवणो
दादिशुभनामानः समुद्राश्च द्विगुणद्विगुणविस्तारेण पूर्वं पूर्वं परिवेष्टय वृत्ताकाराः
स्वयम्भूरमणपर्यन्तास्तिर्यग्विस्तारेण विस्तीर्णास्तिष्ठन्ति यतस्तेन कारणेन तिर्यग् लोको भण्यते,
मध्यलोकाश्च । तद्यथा — तेषु सार्द्धतृतीयोद्धारसागरोपमलोमच्छेदप्रमितेष्वसंख्यातद्वीपसमुद्रेषु
मध्ये जम्बूद्वीपस्तिष्ठति । स च जम्बूवृक्षोपलक्षितो मध्यभागस्थितमेरुपर्वतसहितो वृत्ताकारलक्ष-
योजनप्रमाणस्तद्द्विगुणविष्कम्भेण योजनलक्षद्वयप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे लवणसमुद्रेण
૧. ત્રિલોકસાર ગાથા. ૨૦૭.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૩૫