ભાગમાં વીંટળાયેલો છે. તે લવણ સમુદ્ર પણ તેનાથી બમણા વિસ્તારવાળા ચાર લાખ
યોજનપ્રમાણ ગોળાકારે બહારના ભાગમાં ધાતકીખંડ નામના દ્વીપથી વીંટળાયેલો છે. તે
ધાતકીખંડ દ્વીપ પણ બાહ્યભાગમાં પોતાનાથી બમણા વિસ્તારવાળા આઠ લાખ
યોજનપ્રમાણ ગોળાકાર કાલોદક સમુદ્રથી વીંટળાયેલો છે. તે કાલોદક સમુદ્ર પણ
બાહ્યભાગમાં પોતાનાથી બમણા વિસ્તારવાળા સોળલાખ યોજનપ્રમાણ ગોળાકાર
પુષ્કરદ્વીપથી વીંટળાયેલો છે. એ પ્રમાણે બમણો બમણો વિસ્તાર સ્વયંભૂરમણદ્વીપ અને
સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવો. જેવી રીતે જંબૂદ્વીપ એક લાખ યોજન અને લવણ સમુદ્ર
બે લાખ યોજન પહોળો છે. એ બન્નેનો સરવાળો ત્રણ લાખ યોજન છે. તેનાથી એક લાખ
યોજન અધિક અર્થાત્ ચાર લાખ યોજન ધાતકીખંડ છે. તેવી જ રીતે અસંખ્ય દ્વીપ –
સમુદ્રોના વિસ્તારથી એક લાખ યોજન અધિક વિસ્તાર સ્વયંભૂરમણ સમુદ્રનો જાણવો.
આવા પૂર્વોક્ત લક્ષણોવાળા અસંખ્ય દ્વીપ – સમુદ્રોમાં પર્વત આદિ ઉપર વ્યંતરદેવોના
આવાસ, નીચેની પૃથ્વીના ભાગમાં ભવન તેમજ દ્વીપ અને સમુદ્ર આદિમાં પુર છે.
પરમાગમમાં કહ્યા પ્રમાણે તેમનાં ભિન્ન – ભિન્ન લક્ષણો છે. તેવી જ રીતે ખરભાગ અને
પંકભાગમાં રહેલા પ્રતરના અસંખ્યાતમા ભાગપ્રમાણ અસંખ્ય વ્યંતરદેવોના આવાસ છે
અને સાત કરોડ બોંતેર લાખ ભવનવાસી દેવોનાં ભવન અકૃત્રિમ જિન ચૈત્યાલયસહિત
છે. આ રીતે અત્યંત સંક્ષેપમાં મધ્યલોકનું વ્યાખ્યાન કર્યું.
वेष्टितः । सोऽपि लवणसमुद्रस्तद्द्विगुणविस्तारेण योजनलक्षचतुष्टयप्रमाणेन वृत्ताकारेण
बहिर्भागे धातकीखण्डद्वीपेन वेष्टितः । सोऽपि धातकीखण्डद्वीपस्तद्द्विगुणविस्तारेण
योजनाष्टलक्षप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे कालोदकसमुद्रेण वेष्टितः । सोऽपि कालोदक-
समुद्रस्तद्द्विगुणविस्तारेण षोडशयोजनलक्षप्रमाणेन वृत्ताकारेण बहिर्भागे पुष्करद्वीपेन वेष्टितः ।
इत्यादिद्विगुणद्विगुणविष्कम्भः स्वयम्भूरमणद्वीपस्वयम्भूरमणसमुद्रपर्यन्तो ज्ञातव्यः । यथा
जम्बूद्वीपलवणसमुद्रविष्कम्भद्वयसमुदयाद्योजनलक्षत्रयप्रमितात्सकाशाद्धातकीखण्ड एकलक्षेणा-
धिकस्तथैवासंख्येयद्वीपसमुद्रविष्कम्भेभ्यः स्वयम्भूरमणसमुद्रविष्कम्भ एकलक्षेणाधिको ज्ञातव्यः ।
एवमुक्तलक्षणेष्वसंख्येयद्वीपसमुद्रेषु व्यन्तरदेवानां पर्वताद्युपरिगता आवासाः, अधोभूभागगतानि
भवनानि तथैव द्वीपसमुद्रादिगतानि पुराणि च, परमागमोक्तभिन्नलक्षणानि । तथैव
खरभागपङ्कभागस्थितप्रतरासंख्येयभागप्रमाणासंख्येयव्यन्तरदेवावासाः, तथैव द्वासप्ततिलक्षाधिक-
कोटिसप्तप्रमितभवनवासिदेवसंबन्धिभवनानि अकृत्रिमजिनचैत्यालयसहितानि भवन्ति ।
एवमतिसंक्षेपेण तिर्यग्लोको व्याख्यातः ।
૧૩૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ