Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Manushyalokanu Varnan.

< Previous Page   Next Page >


Page 137 of 272
PDF/HTML Page 149 of 284

 

background image
હવે, તિર્યક્લોકની વચ્ચે રહેલા મનુષ્યલોકનું વ્યાખ્યાન કરે છે. તે મનુષ્યલોકની
વચ્ચે રહેલ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવે છે. દક્ષિણ દિશાથી શરૂ કરીને ભરત,
હૈમવત, હરિ, વિદેહ, રમ્યક્, હૈરણ્યવત અને ઐરાવત નામનાં સાત ક્ષેત્રો છે. ક્ષેત્રનો શું
અર્થ છે? ક્ષેત્ર શબ્દનો અર્થ વર્ષ, વંશ, દેશ અથવા જનપદ છે. તે ક્ષેત્રોના વિભાગ કરનાર
છ કુલાચલ છે. દક્ષિણ દિશા તરફથી શરૂ કરીને તેમનાં નામ હિમવત્, મહા હિમવત્,
નિષધ, નીલ, રુકિમ અને શિખરિ છે. પૂર્વ
પશ્ચિમ ફેલાયેલા આ છ પર્વતો ભરતાદિ સાત
ક્ષેત્રોની વચમાં છે. પર્વતનો શું અર્થ છે? પર્વતનો અર્થ વર્ષધર પર્વત અથવા સીમા પર્વત
છે. તે પર્વતોની ઉપર હ્દોનું ક્રમથી કથન કરે છે. પદ્મ, મહાપદ્મ, તિગિંછ, કેસરિ,
મહાપુંડરીક અને પુંડરીક નામનાં અકૃત્રિમ છ હ્દ છે. હ્દ એટલે શું? હ્દનો અર્થ સરોવર
છે. તે પદ્માદિ છ સરોવરોમાંથી આગમકથિત ક્રમ પ્રમાણે જે ચૌદ મહા નદીઓ નીકળી
છે, તેમનું કથન કરે છે. તે આ પ્રમાણે
હિમવત્ પર્વત પર સ્થિત પદ્મ નામના મહાહ્દના
પૂર્વ તોરણ દ્વારથી અર્ધો કોશ ઊંડી, અને છ યોજન એક કોશ પહોળી ગંગા નદી નીકળીને
તે જ પર્વતની ઉપર પૂર્વ દિશામાં પાંચસો યોજન સુધી જાય છે, પછી ત્યાંથી ગંગાકૂટની
પાસે દક્ષિણ તરફ વળીને ભૂમિમાં સ્થિત કુંડમાં પડે છે. ત્યાંથી દક્ષિણ દ્વારમાંથી નીકળીને
ભરતક્ષેત્રના મધ્યભાગમાં સ્થિત લંબાઈમાં પૂર્વ
પશ્ચિમ સમુદ્રને સ્પર્શનાર વિજયાર્ધ પર્વતની
अथ तिर्यग्लोकमध्यस्थितो मनुष्यलोको व्याख्यायतेतन्मध्यस्थितजम्बूद्वीपे
सप्तक्षेत्राणि भण्यन्ते दक्षिणदिग्विभागादारभ्य भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतसंज्ञानि
सप्तक्षेत्राणि भवन्ति क्षेत्राणि कोऽर्थः ? वर्षा वंशा देशा जनपदा इत्यर्थः तेषां क्षेत्राणां
विभागकारकाः षट् कुलपर्वताः कथ्यन्तेदक्षिणदिग्भागमादीकृत्य हिमवन्महाहिमवन्निषध-
नीलरुक्मिशिखरिसंज्ञा भरतादिसप्तक्षेत्राणामन्तरेषु पूर्वापरायताः षट् कुलपर्वताः भवन्ति
पर्वता इति कोऽर्थः ? वर्षधरपर्वताः सीमापर्वता इत्यर्थः तेषां पर्वतानामुपरि क्रमेण ह्दा
कथ्यन्ते पद्ममहापद्मतिगिञ्छकेसरिमहापुण्डरीकपुण्डरीकसंज्ञा अकृत्रिमा षट् ह्दा भवन्ति
ह्दा इति कोऽर्थः ? सरोवराणीत्यर्थः तेभ्यः पद्मादिषड्ह्देभ्यः सकाशादागमकथितक्रमेण
निर्गता याश्चतुर्दशमहानद्यस्ताः कथ्यन्ते तथाहिहिमवत्पर्वतस्थपद्मनाम-
महाह्दादर्धक्रोशावगाहक्रोशाधिकषट्योजन प्रमाणविस्तारपूर्वतोरणद्वारेण निर्गत्य तत्पर्वत-
स्यैवोपारि पूर्वदिग्विभागेन योजनशतपञ्चकम् गच्छति ततो गङ्काकूटसमीपे दक्षिणेन व्यावृत्य
भूमिस्थकुण्डे पतति तस्माद् दक्षिणद्वारेण निर्गत्य भरतक्षेत्रमध्यभागस्थितस्य दीर्घत्वेन
१ ‘क्रोशार्धाधिक षट् योजन’ इति पाठान्तरं
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૩૭