Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 272
PDF/HTML Page 14 of 284

 

background image
श्रीपालमहामण्डलेश्वररस्य सम्बन्धिन्याश्रमनामनगरे श्रीमुनिसुव्रततीर्थकर चैत्यालये
शुद्धात्मद्रव्यसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वादविपरीतनारकादिदुःखभयभीतस्य परमात्म-
भावनोत्पन्नसुखसुधारसपिपासितस्य भेदाभेदरत्नत्रयभावनाप्रियस्य भव्यवरपुण्डरीकस्य
भाण्डागाराद्यनेकनियोगाधिकारिसोमाभिधानराजश्रेष्ठिनो निमित्तं श्रीनेमिचन्द्रसिद्धान्तदेवैः पूर्वं
षड्विंशतिगाथाभिर्लघुद्रव्यसंग्रहं कृत्वा पश्चाद्विशेषतत्त्वपरिज्ञानार्थं विरचितस्य बृहद्द्रव्य-
संग्रहस्याधिकारशुद्धिपूर्वकत्वेन व्याख्या वृत्तिः प्रारभ्यते
तत्रादौ ‘‘जीवमजीवं दव्वं’’ इत्यादि
सप्तविंशतिगाथापर्यन्तं षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकनामा प्रथमोऽधिकारः तदनन्ततरं
‘‘आसवबंधण’’ इत्याद्येकादशगाथापर्यन्तं सप्ततत्त्वनवपदार्थप्रतिपादनमुख्यतया द्वितीयो
महाधिकारः
ततः परं ‘‘सम्मद्दंसणणाणं’’ इत्यादिविंशतिगाथापर्यन्तं मोक्षमार्गकथनमुख्यत्वेन
तृतीयोऽधिकारश्च इत्यष्टाधिकपञ्चाशद्गाथाभिरधिकारत्रयं ज्ञातव्यम् तत्राप्यादौ प्रथमाधिकारे
चतुर्दशगाथापर्यन्तं जीवद्रव्यव्याख्यानम् ततः परं ‘‘अज्जीवो पुण णेओ’’ इत्यादि
મહામંડલેશ્વર શ્રીપાલના ‘આશ્રમ’ નામના નગરમાં, શ્રી મુનિસુવ્રતનાથ તીર્થંકરના
ચૈત્યાલયમાં, શુદ્ધાત્મદ્રવ્યનાં સંવેદનથી ઉત્પન્ન થયેલ સુખામૃતના રસાસ્વાદથી વિપરીત
નારકાદિ દુઃખોથી ભયભીત, પરમાત્મભાવનાથી ઉત્પન્ન થયેલ સુખરૂપી સુધારસના પિપાસુ,
ભેદાભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી, ભવ્યવરપુંડરીક, રાજકોષના કોષાધ્યક્ષ વગેરે અનેક
રાજ્યકાર્યના અધિકારી ‘સોમ’ નામના રાજશેઠના નિમિત્તે શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવે પહેલાં
છવ્વીસ ગાથાઓથી
લઘુદ્રવ્યસંગ્રહ બનાવીને, પછી વિશેષ તત્ત્વના પરિજ્ઞાન માટે બૃહદ્-
દ્રવ્યસંગ્રહની રચના કરી. તેની (બૃહદ્દ્રવ્યસંગ્રહની) અધિકારશુદ્ધિપૂર્વક વ્યાખ્યાનો
(ટીકાનો) પ્રારંભ કરવામાં આવે છે.
ત્યાં પ્રથમ ‘‘जीवमजीवं दव्वं’’ ઇત્યાદિ સત્તાવીસ ગાથા સુધી છ દ્રવ્ય, પંચાસ્તિકાયનું
પ્રતિપાદન કરનાર પહેલો અધિકાર છે. ત્યાર પછી ‘‘आसवबंधण’’ ઇત્યાદિ અગિયાર ગાથા
સુધી સાત તત્ત્વ અને નવ પદાર્થના પ્રતિપાદનની મુખ્યતાથી બીજો મહાધિકાર છે. ત્યાર
પછી
‘‘सम्मद्दंसणणाणं’’ ઇત્યાદિ વીશ ગાથા સુધી મોક્ષમાર્ગના કથનની મુખ્યતાથી ત્રીજો
અધિકાર છે. એ રીતે અઠ્ઠાવન ગાથાઓ દ્વારા ત્રણ અધિકાર જાણવા.
ત્યાં પણ આદિમાં પહેલા અધિકારમાં ચૌદ ગાથાઓ સુધી જીવદ્રવ્યનું વ્યાખ્યાન છે.
ત્યાર પછી ‘‘अज्जीवो पुण णेओ’’ ઇત્યાદિ આઠ ગાથા સુધી અજીવ દ્રવ્યનું કથન છે.
૧. આ લઘુ દ્રવ્યસંગ્રહ આ પુસ્તકના અંતમાં આપેલ છે.
૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ