આવીને નાભિગિરિ પર્વતથી અર્ધો યોજન દૂર રહીને, તેની જ અર્ધી પ્રદક્ષિણા કરીને હરિત્
નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે મહા હિમવાન પર્વત ઉપર રહેલા મહાપદ્મ
નામના હ્દમાંથી ઉત્તર દિશા તરફ આવીને, તે જ નાભિગિરિથી અર્ધો યોજન દૂર રહીને,
તેની જ અર્ધી પ્રદક્ષિણા કરીને હરિકાન્તા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં ગઈ છે. આવી
રીતે હરિત્ અને હરિકાન્તા નામની બે નદીઓ હરિ નામના મધ્યમ ભોગભૂમિ ક્ષેત્રમાં
જાણવી. નીલ પર્વતસ્થિત કેસરિ નામના હ્દમાંથી દક્ષિણ તરફ આવીને ઉત્તરકુરુ નામના
ઉત્કૃષ્ટ ભોગભૂમિના ક્ષેત્રની વચ્ચે થઈને મેરુની પાસે ગજદંત પર્વતને ભેદીને, મેરુની
પ્રદક્ષિણાથી અર્ધો યોજન દૂર રહીને પૂર્વ ભદ્રશાલ વન અને પૂર્વ વિદેહની મધ્યમાં થઈને
શીતા નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે નિષધ પર્વત ઉપરના તિગિંછ નામના
હ્દમાંથી ઉત્તર તરફ આવીને, દેવકુરુ નામના ઉત્તમ ભોગભૂમિ ક્ષેત્રની વચ્ચે થઈને મેરુની
પાસે ગજદંત પર્વતને ભેદીને અને મેરુની પ્રદક્ષિણાથી અર્ધો યોજન દૂર રહીને, પશ્ચિમ
ભદ્રશાલ વન અને પશ્ચિમ વિદેહની મધ્યમાં થઈને શીતોદા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં
ગઈ છે. આ રીતે શીતા અને શીતોદા નામની બે નદીઓ વિદેહ નામના કર્મભૂમિના ક્ષેત્રમાં
જાણવી. પહેલાં જે ગંગા અને સિંધુ
ક્ષેત્ર સુધી જાણવા. ગંગા નદી ચૌદ હજાર પરિવાર નદીઓ સહિત છે, સિંધુ પણ એવડી
तस्यैवार्धेप्रदक्षिणं कृत्वा हरिकान्तानामनदी पश्चिमसमुद्रम् गता
च प्रदक्षिणेन योजनार्धेन मेरुं विहाय पूर्वभद्रशालवनस्य मध्येन पूर्वविदेहस्य च मध्येन
शीतानामनदी पूर्वसमुद्रं गता
योजनार्धेन मेरुं विहाय पश्चिमभद्रशालवनस्य मध्येन पश्चिमविदेहस्य च मध्येन शीतोदा
पश्चिमसमुद्रं गता
विदेहपर्यन्तं द्विगुणं द्विगुणं ज्ञातव्यम्