Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 272
PDF/HTML Page 152 of 284

 

background image
જ છે, તેનાથી બમણી સંખ્યાના પરિવારવાળી રોહિત અને રોહિતાસ્યા એ બે નદીઓ છે,
હરિત્ અને હરિકાન્તાનો એનાથી પણ બમણો વિસ્તાર છે, તેનાથી બમણો વિસ્તાર શીતા
અને શીતોદાનો છે. દક્ષિણથી ઉત્તર પાંચસો છવીસ પૂર્ણાંક છ ઓગણીસાંશ યોજનપ્રમાણ
કર્મભૂમિ ભરતક્ષેત્રનો વિસ્તાર છે, તેનાથી બમણો હિમવત્ પર્વતનો, હિમવત્ પર્વતથી બમણો
હૈમવત્ ક્ષેત્રનો, એવી રીતે બમણો બમણો વિસ્તાર વિદેહ ક્ષેત્ર સુધી જાણવો. પદ્મ હ્દ
એક હજાર યોજન લાંબું, તેનાથી અર્ધું પહોળું અને દશ યોજન ઊંડું છે, તેમાં એક યોજનનું
કમળ છે, તેનાથી બમણું મહાપદ્મમાં અને તેનાથી બમણું તિગિંછ હ્દમાં છે.
જેવી રીતે ભરત ક્ષેત્રમાં હિમવાન પર્વતમાંથી ગંગા અને સિંધુએ બે નદીઓ
નીકળે છે. તેવી જ રીતે ઉત્તર દિશામાં ઐરાવત ક્ષેત્ર નામની કર્મભૂમિના શિખરિ પર્વતમાંથી
નીકળતી રક્તા અને રક્તોદા નામની બે નદીઓ છે. જેવી રીતે હૈમવત્ નામની જઘન્ય
ભોગભૂમિના ક્ષેત્રમાં મહા હિમવત્ અને હિમવત્ નામના બે પર્વતોમાંથી ક્રમશઃ નીકળતી
રોહિત અને રોહિતાસ્યા
એ બે નદીઓ છે. તેવી જ રીતે ઉત્તરમાં હૈરણ્યવત નામના જઘન્ય
ભોગભૂમિ ક્ષેત્રમાં શિખરિ અને રુક્મિ નામના પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી સુવર્ણકૂલા અને
રૂપ્યકૂલા
એ બે નદીઓ છે. તેવી જ રીતે જેમ હરિ નામક મધ્યમ ભોગભૂમિ ક્ષેત્રમાં
નિષધ અને મહાહિમવાન નામના બે પર્વતોમાંથી ક્રમશઃ નીકળતી હરિત અને હરિકાન્તા
નામની બે નદીઓ છે, તેમ ઉત્તરમાં રમ્યક નામના મધ્યમ ભોગભૂમિના ક્ષેત્રમાં રુક્મિ અને
तथा, तद्द्विगुणसंख्यानं रोहिद्रोहितास्याद्वयम्, ततोऽपि द्विगुणसंख्यानं हरिद्धरिकान्ताद्वयम्,
तद्द्विगुणं शीताशीतोदाद्वयमिति
तथा षड्विंशत्यधिकयोजनशतपञ्चकमेकोनविंशति-
भागीकृतैकयोजनस्य भागषट्कं च यद्दक्षिणोत्तरेण कर्मभूमिसंज्ञभरतक्षेत्रस्य विष्कम्भप्रमाणं,
तद्द्विगुणं हिमवत्पर्वते, तस्माद्द्विगुणं हैमवतक्षेत्रे, इत्यादि द्विगुणं द्विगुणं विदेहपर्यन्तं
ज्ञातव्यम्
तथा पद्मह्दो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो दशयोजनावगाहो योजनैक-
प्रमाणपद्मविष्कम्भस्तस्मान्महापद्मे द्विगुणस्तस्मादपि तिगिंछे द्विगुण इति
अथ यथा भरते हिमवत्पर्वतान्निर्गतं गङ्गासिन्धुद्वयं, तथोत्तरे कर्मभूमिसंज्ञैरावतक्षेत्रे
शिखरिपर्वतान्निर्गतं रक्तारक्तोदानदीद्वयम् यथा च हैमवतसंज्ञे जघन्यभोगभूमिक्षेत्रे
महाहिमवद्धिमवन्नामपर्वतद्वयात्क्रमेण निर्गतं रोहितरोहितास्यानदीद्वयं, तथोत्तरे हैरण्यवत-
संज्ञजघन्यभोगभूमिक्षेत्रे शिखरिरुक्मिसंज्ञपर्वतद्वयात्क्रमेण निर्गतं सुवर्णकूलारूप्यकूलानदीद्वयम्
तथैव यथा हरिसंज्ञमध्यमभोगभूमिक्षेत्रे निषधमहाहिमवन्नामपर्वतद्वयात्क्रमेण निर्गतं
हरिद्धरिकान्तानदीद्वयं, तथोत्तरे रम्यकसंज्ञमध्यमभोगभूमिक्षेत्रे रुक्मिनीलनामपर्वतद्वयात्क्रमेण
૧૪૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ