Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 272
PDF/HTML Page 153 of 284

 

background image
નીલ નામના બે પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી નારી અને નરકાન્તાબે નદીઓ જાણવી.
સુષમ સુષમાદિ છ કાળ સંબંધી પરમાગમમાં કહ્યા પ્રમાણે આયુષ્ય, શરીરની ઊંચાઈ આદિ
સહિત દસ ક્રોડાક્રોડ સાગરપ્રમાણ અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ જેવો ભરતમાં વર્તે છે, તેવો
જ ઐરાવત ક્ષેત્રમાં વર્તે છે. આટલું વિશેષ છે કે ભરત અને ઐરાવતના મલેચ્છ ખંડોમાં
અને વિજયાર્ધ પર્વતમાં ચોથા કાળના આદિ અને અંત જેવો કાળ વર્તે છે, બીજો કાળ હોતો
નથી. વિશેષ શું કહેવું? જેમ ખાટનો એક ભાગ જાણી લેવાથી તેનો બીજો ભાગ તેવો જ
હોય, એમ જાણી લેવાય છે તેમજ જંબૂદ્વીપનાં ક્ષેત્ર, પર્વત, નદી, હ્દ આદિનું જે દક્ષિણ
દિશા સંબંધી વ્યાખ્યાન છે, તે જ ઉત્તર દિશા સંબંધી પણ જાણવું.
હવે, શરીરના મમત્વના કારણરૂપ મિથ્યાત્વ અને રાગાદિ વિભાવોથી રહિત અને
કેવળજ્ઞાન, કેવળદર્શન, સુખાદિ અનંતગુણ સહિત નિજ પરમાત્મદ્રવ્યમાં સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ ભાવના કરીને મુનિઓ જ્યાંથી વિગતદેહ અર્થાત્ દેહરહિત થઈને
પ્રચુરપણે (અધિકપણે) મોક્ષ પ્રાપ્ત કરે છે, તેને વિદેહક્ષેત્ર કહે છે. તે જંબૂદ્વીપની મધ્યમાં
આવેલા વિદેહક્ષેત્રનું કાંઈક વર્ણન કરે છે. તે આ પ્રમાણે
નવાણું હજાર યોજન ઊંચો,
એક હજાર યોજન ઊંડો અને શરૂઆતમાં ભૂમિતળ ઉપર દસ હજાર યોજન ગોળ
વિસ્તારવાળો તથા ઉપર ઉપર અગિયારમાં ભાગની હાનિક્રમે ઘટતાં ઘટતાં શિખર ઉપર
એક હજાર યોજનના વિસ્તારવાળો આગમકથિત અકૃત્રિમ ચૈત્યાલય, દેવવન તથા દેવોના
निर्गतं नारीनरकान्तानदीद्वयमिति विज्ञेयम् सुषमसुषमादिषट्कालसंबंधिपरमागमोक्ता-
युरुत्सेधादिसहिता दशसागरोपमकोटिप्रमितावसर्पिणी तथोत्सर्पिणी च यथा भरते वर्त्तते
तथैवैरावते च
अयन्तु विशेषः, भरतैरावतम्लेच्छखण्डेषु विजयार्धनगेषु च चतुर्थ-
कालसमयाद्यन्ततुल्यकालोऽस्ति नापरः किं बहुना, यथा खट्वाया एकभागे ज्ञाते
द्वितीयभागस्तथैव ज्ञायते तथैव जम्बूद्वीपस्य क्षेत्रपर्वतनदीह्दादीनां यदेव दक्षिणविभागे
व्याख्यानं तदुत्तरेऽपि विज्ञेयम्
अथ देहममत्वमूलभूतमिथ्यात्वरागादिविभावरहिते केवलज्ञानदर्शनसुखाद्यनन्तगुणसहिते
च निजपरमात्मद्रव्ये यया सम्यग्दर्शनज्ञानचारित्रभावनया कृत्वा विगतदेहा देहरहिताः सन्तो
मुनयः प्राचुर्येण यत्र मोक्षं गच्छन्ति स विदेहो भण्यते
तस्य जम्बूद्वीपस्य मध्यवर्त्तिनः किमपि
विवरणं क्रियते तद्यथानवनवतिसहस्रयोजनोत्सेध एकसहस्रावगाह आदौ भूमितले
दशयोजनसहस्रवृत्तविस्तार उपर्युपरि पुनरेकादशांशहानिक्रमेण हीयमानत्वे सति मस्तके
योजनसहस्रविस्तार आगमोक्ताकृत्रिमचैत्यालयदेववनदेवावासाद्यागमकथितानेकाश्चर्यसहितो
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૪૧