Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 272
PDF/HTML Page 154 of 284

 

background image
આવાસ આદિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનાં અનેક આશ્ચર્યોવાળો મહામેરુ નામનો પર્વત
વિદેહક્ષેત્રની મધ્યમાં છે. તે જ જાણે હાથી હોય તેમ તે મેરુપર્વતરૂપી હાથીમાંથી ઉત્તર
દિશામાં બે દાંતના આકારવાળા બે પર્વતો નીકળ્યા છે, તેમનું નામ ‘બે
ગજદંત’ છે,
તેઓ ઉત્તર ભાગમાં જે નીલપર્વત છે તેમાં જોડાયેલા છે. તે બેગજદંત પર્વતની વચ્ચે
જે ત્રિકોણાકાર ઉત્તમ ભોગભૂમિરૂપ ક્ષેત્ર છે, તેનું નામ ‘ઉત્તરકુરુ’ છે. તેની વચમાં
મેરુપર્વતની ઇશાન દિશામાં શીતા નદી અને નીલ પર્વતની વચ્ચે પરમાગમમાં વર્ણવેલ
અનાદિ
અકૃત્રિમ, પૃથ્વીકાયિક જંબૂવૃક્ષ છે. તે જ શીતા નદીના બન્ને કિનારા ઉપર
યમકગિરિ નામના બે પર્વત જાણવા. તે બે પર્વતથી દક્ષિણ દિશામાં થોડે દૂર જતાં શીતા
નદીની વચ્ચે થોડે થોડે અંતરે પદ્મ આદિ પાંચ હ્દ છે. તે હ્દોનાં બન્ને પડખે
લોકાનુયોગના વ્યાખ્યાન અનુસાર, સુવર્ણ અને રત્નમય જિન ચૈત્યાલયોથી શોભતા દસ
દસ સુવર્ણપર્વતો છે. એવી જ રીતે નિશ્ચય
- વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્રોને
પરમ ભક્તિથી આપેલા આહારદાનના ફળથી ઉત્પન્ન તિર્યંચ અને મનુષ્યોને ચક્રવર્તીના
ભોગસુખથી પણ અધિક એવું, વિવિધ પ્રકારનું પંચેન્દ્રિયસંબંધી ભોગોનું સુખ
કે જે
(ભોગસુખ) સ્વશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થતા, નિર્વિકાર, સદા આનંદ જેનું એક
લક્ષણ છે; એવા સુખામૃતના રસાસ્વાદથી વિલક્ષણ છે એવું ભોગસુખ
આપનારાં
જ્યોતિરંગ, ગૃહાંગ, દીપાંગ, તૂર્યાંગ, ભોજનાંગ, વસ્ત્રાંગ, માલ્યાંગ, ભાજનાંગ, ભૂષણાંગ
અને રાગ તથા મદ ઉત્પન્ન કરનાર રસાંગ નામનાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ ભોગભૂમિના
विदेहक्षेत्रमध्ये महामेरुर्नाम पर्वतोस्ति स च गजो जातस्तस्मान्मेरुगजात्सकाशादुत्तरमुखे
दन्तद्वयाकारेण यन्निर्गतं पर्वतद्वयं तस्य गजदन्तद्वयसंज्ञेति, तथोत्तरे भागे नीलपर्वते लग्नं
तिष्ठति
तयोर्मध्ये यत्त्रिकोणाकारक्षेत्रमुत्तमभोगभूमिरूपं तस्योत्तरकुरुसंज्ञा तस्य च मध्ये
मेरोरीशानदिग्विभागे शीतानीलपर्वतयोर्मध्ये परमागमवर्णितानाद्यकृत्रिमपार्थिवो जम्बू-
वृक्षस्तिष्ठति
तस्या एव शीताया उभयतटे यमकगिरिसंज्ञं पर्वतद्वयं विज्ञेयम्
तस्मात्पर्वतद्वयादक्षिणभागे कियन्तमध्वानं गत्वा शीतानदीमध्ये अन्तरान्तरेण पद्मादिह्द-
पञ्चकमस्ति
तेषां ह्दानामुभयपार्श्वयोः प्रत्येकं सुवर्णरत्नमयजिनगृहमण्डिता लोकानुयोग-
व्याख्यानेन दश दश सुवर्णपर्वता भवन्ति तथैव निश्चयव्यवहाररत्नत्रयाराधकोत्तम-
पात्रपरमभक्तिदत्ताहारदानफलेनोत्पन्ननां तिर्यग्मनुष्याणां स्वशुद्धात्मभावनोत्पन्ननिर्विकारस-
दानन्दैकलक्षणसुखामृतरसास्वादविलक्षणस्य चक्रवर्त्तिभोगसुखादप्यधिकस्य विविधपञ्चेन्द्रिय-
भोगसुखस्य प्रदायका ज्योतिर्गृहप्रदीपतूर्यभोजनवस्त्रमाल्यभाजनभूषणरागमदोत्पादकरसांगसंज्ञा
૧૪૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ