Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 153 of 272
PDF/HTML Page 165 of 284

 

background image
ગગનખંડોમાં ગમન કરે છે, તેથી ૬૭ અને ૫ (૧૮૩૫-૧૭૬૮=૬૭; ૧૮૩૫
-૧૮૩૦=૫) અધિક ભાગોથી નક્ષત્રખંડને ભાગવાથી જે મુહૂર્ત આવે તે મુહૂર્ત ચંદ્ર અને
સૂર્યનાં આસન્ન મુહૂર્ત જાણવાં. અર્થાત્ એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને
સૂર્યની સ્થિતિ જાણવી. આ રીતે આ ગાથા દ્વારા આગમમાં કહેલ ક્રમથી ભિન્ન-ભિન્ન
દિવસોનો સરવાળો કરવાથી ત્રણસો છાસઠ દિવસો થાય છે. જ્યારે દ્વીપની અંદરથી દક્ષિણ
દિશાની બહાર સૂર્ય ગમન કરે છે, ત્યારે એકસો ત્યાસી દિવસોને દક્ષિણાયન નામ મળે
છે અને જ્યારે સૂર્ય સમુદ્ર તરફથી ઉત્તર દિશાની અંદરના માર્ગોમાં આવે છે, ત્યારે બાકીના
એકસો ત્યાસી દિવસોને ઉત્તરાયણ નામ મળે છે. તેમાં જ્યારે દ્વીપની અંદર કર્કટ સંક્રાન્તિના
દિવસે દક્ષિણાયનની શરૂઆતમાં પ્રથમ માર્ગની પરિધિમાં સૂર્ય હોય છે, ત્યારે સૂર્ય
વિમાનના આતપનો પૂર્વ
- પશ્ચિમ વિસ્તાર ચોરાણું હજાર પાંચસો પચીસ યોજન પ્રમાણ હોય
છે એમ જાણવું. તે વખતે અઢાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની રાત્રિ થાય છે. પછી
ત્યાંથી ક્રમે ક્રમે આતપની હાનિ થતાં બે મુહૂર્તના એકસઠમા ભાગમાંથી એક ભાગ જેટલો
દરરોજ દિવસ ઘટે છે. અને તે લવણ સમુદ્રના અંતિમ માર્ગમાં માહ મહિનામાં
મકરસંક્રાંતિના ઉત્તરાયણના દિવસે સૂર્યવિમાનના આતપનો પૂર્વ
- પશ્ચિમ વિસ્તાર જઘન્યપણે
ત્રેસઠ હજાર સોળ યોજન પ્રમાણ રહે ત્યાં સુધી ઘટે છે. તેવી જ રીતે બાર મુહૂર્તોનો
દિવસ થાય છે અને અઢાર મુહૂર્તોની રાત્રિ થાય છે. અન્ય વિશેષ વ્યાખ્યાન લોકવિભાગ
વગેરેમાંથી જાણવું.
गाथासुत्रेणागमकथितक्रमेण पृथक् पृथगानीय मेलापके कृते सति षडधिक-
षष्टियुतत्रिशतसंख्यदिनानि भवन्ति
तस्य दिनसमूहार्धस्य यदा द्वीपाभ्यन्तराद्दक्षिणेन
बहिर्भागेषु दिनकरो गच्छति तदा दक्षिणायनसंज्ञा; यदा पुनः समुद्रात्सका-
शादुत्तरेणाभ्यन्तरमार्गेषु समायाति तदोत्तरायणसंज्ञेति
तत्र यदा द्वीपाभ्यन्तरे प्रथममार्गपरिधौ
कर्कटसंक्रान्तिदिने दक्षिणायनप्रारम्भे तिष्ठत्यादित्यस्तदा चतुर्णवतिसहस्रपञ्चविंशत्यधिक-
पञ्चयोजनशतप्रमाण उत्कर्षेणादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो ज्ञेयः
तत्र
पुनरष्टादशमुहूर्तैर्दिवसो भवति द्वादशमुहूर्तै रात्रिरिति ततः क्रमेणातपहानौ सत्यां
मुहूर्तद्वयस्यैकषष्टिभागीकृतस्यैको भागो दिवसमध्ये दिनं प्रति हीयते यावल्लवण-
समुद्रेऽवसानमार्गे माघमासे मकरसंक्रान्तावुत्तरायणदिवसे त्रिषष्टिसहस्राधिकषोडशयोजनप्रमाणो
जघन्येनादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो भवति
तथैव द्वादशमुहूर्तैर्दिवसो
भवत्यष्टादशमुहूर्तै रात्रिश्चेति शेषं विशेषव्याख्यानं लोकविभागादौ विज्ञेयम्
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૫૩