કરવામાં આવે છે. તે આ પ્રમાણે — જંબૂદ્વીપની અંદર એકસો એંસી યોજન અને બહારમાં
અર્થાત્ લવણ સમુદ્રમાં ત્રણસો ત્રીસ યોજન, એમ કુલ પાંચસો દસ યોજન પ્રમાણ ગમન –
ક્ષેત્ર કહેવાય છે, તે ચંદ્ર અને સૂર્ય બંનેનું એક જ ગમનક્ષેત્ર છે. તેમાં ભરતક્ષેત્ર અને
બહારના ભાગના ગમન – ક્ષેત્રમાં સૂર્યના માર્ગ એકસો ચોરાસી છે અને ચંદ્રના માર્ગ પંદર
જ છે. તેમાં જંબૂદ્વીપમાં કર્કટ સંક્રાન્તિના દિવસે, દક્ષિણાયનના પ્રારંભમાં, નિષધ પર્વત ઉપર
પ્રથમ માર્ગમાં સૂર્યનો પ્રથમ ઉદય થાય છે. ત્યાં સૂર્ય વિમાનમાં સ્થિત નિર્દોષ પરમાત્મ –
જિનેશ્વરના અકૃત્રિમ બિંબને પ્રત્યક્ષ જોઈને, અયોધ્યા નગરીમાં સ્થિત ભરત ચક્રવર્તી નિર્મળ
સમ્યક્ત્વના અનુરાગથી પુષ્પાંજલિ આપીને અર્ધ્ય આપે છે. તે માર્ગમાં સ્થિત ભરતક્ષેત્રના
સૂર્યનું ઐરાવતક્ષેત્રના સૂર્ય સાથે અને ભરતક્ષેત્રના ચંદ્રનું ઐરાવતક્ષેત્રના ચંદ્ર સાથે જે અંતર
રહે છે, તે વિશેષપણે આગમમાંથી જાણી લેવું.
હવે ‘‘શતભિષા૧, ભરણી, આર્દ્રા, સ્વાતિ, અશ્લેષા અને જ્યેષ્ઠા — એ છ નક્ષત્ર
જઘન્ય છે; રોહિણી, વિશાખા, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ —
એ છ નક્ષત્ર ઉત્તમ છે અને બાકીનાં નક્ષત્રો મધ્યમ છે.’’ એ પ્રમાણે ગાથામાં કહેલા ક્રમ
અનુસાર જે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ નક્ષત્ર છે, તેમાંથી ક્યા નક્ષત્રમાં કેટલા દિવસ
સૂર્ય રહે છે તે કહે છે. ‘‘એક૧ મુહૂર્તમાં ચંદ્ર ૧૭૬૮, સૂર્ય ૧૮૩૦ અને નક્ષત્ર ૧૮૩૫
योजनानामशीतिशतं बहिर्भागे लवणसमुद्रसम्बन्धे त्रिंशदधिकशतत्रयमिति समुदायेन
दशोत्तरयोजनशतपञ्चकं चारक्षेत्रं भण्यते, तत् चन्द्रादित्ययोरेकमेव । तत्र भरतेन (सह)
बहिर्भागे तस्मिंश्चारक्षेत्रे सूर्यस्य चतुरशीतिशतसंख्या मार्गा भवन्ति, चन्द्रस्य पञ्चदशैव । तत्र
जम्बूद्वीपाभ्यन्तरे कर्कटसंक्रान्तिदिने दक्षिणायनप्रारम्भे निषधपर्वतस्योपरि प्रथममार्गे सूर्यः
प्रथमोदयं करोति । यत्र सूर्यविमानस्थं निर्दोषपरमात्मनो जिनेश्वरस्याकृत्रिमं जिनबिम्बम्
प्रत्यक्षेण दृष्ट्वा अयोध्यानगरीस्थितो निर्मलसम्यक्त्वानुरागेण भरतचक्री पुष्पाञ्जलिमुत्क्षिप्यार्घ्यं
ददातीति । तन्मार्गस्थितभरतक्षेत्रादित्यस्यैरावतादित्येन सह तथापि चन्द्रस्यान्यचन्द्रेण सह
यदन्तरं भवति तद्विशेषेणागमतो ज्ञातव्यम् ।
अथ ‘‘सदभिस भरणी अद्दा सादी असलेस्स जेट्ठमवर वरा । रोहिणि विसाह पुणव्वसु
तिउत्तरा मज्झिमा सेसा ।१।’’ इति गाथाकथितक्रमेण यानि जघन्योत्कृष्टमध्यमनक्षत्राणि तेषु
मध्ये कस्मिन्नक्षत्रे कियन्ति दिनान्यादित्यस्तिष्ठतीति । ‘‘इंदु रवीदो रिक्खा सत्तठ्ठि पंच
गगणखंडहिया । अहियहिदरिक्खखंडा रिक्खे इंदुरवीअत्थणमुहुत्ता ।१।’’ इत्यनेन
૧. ત્રિલોકસાર ગાથા ૩૯૯.
૧૫૨ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ