તારા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ અને શનિશ્ચરનાં વિમાન છે. ૧.’’
તે જ્યોતિષી દેવો અઢીદ્વીપમાં મેરુની પ્રદક્ષિણા કરીને નિરંતર પરિભ્રમણ કરે છે. ત્યાં ઘડી,
પ્રહર, દિવસાદિરૂપ સ્થૂળ વ્યવહારકાળ; સમય, નિમિષાદિ સૂક્ષ્મ વ્યવહાર કાળની જેમ જોકે
સમય, ઘડી આદિ વિવક્ષિત ભેદોથી રહિત, અનાદિ અનંત કાળાણુ દ્રવ્યમય નિશ્ચયકાળરૂપ
ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, તોપણ નિમિત્તભૂત કુંભાર વડે ઉપાદાનરૂપી માટીના પિંડમાંથી
બનેલ ઘડાની જેમ ચન્દ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોનાં વિમાનોના ગમન – આગમનથી એ
વ્યવહારકાળ પ્રગટ થાય છે તથા જણાય છે, તે કારણે ઉપચારથી તે જ્યોતિષી દેવોથી
કરાયેલો છે, એમ કહેવાય છે. નિશ્ચયકાળ તો, કુંભારના ચાકડાના ભ્રમણમાં નીચેની ખીલી
બહિરંગ સહકારી થાય છે તેમ, તે વિમાનોના ગમનરૂપ પરિણામનું બહિરંગ સહકારી
કારણ થાય છે.
હવે, અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા કહે છે. તે આ પ્રમાણે — જંબૂદ્વીપમાં બે
ચંદ્ર અને બે સૂર્ય છે, લવણોદક સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડ દ્વીપમાં
બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, કાલોદક સમુદ્રમાં બેંતાળીસ ચંદ્ર અને બેંતાળીસ સૂર્ય છે,
પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય છે.
ત્યારપછી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સ્થિત જંબૂદ્વીપના ચંદ્ર અને સૂર્યનું થોડું વર્ણન
दस सीदी चउदुगं तु तिचउक्कं । तारारविससिरिक्खा बुहभग्गवअंगिरारसणी ।१।’’ ते च
ज्योतिष्कदेवा अर्धतृतीयद्वीपेषु निरंतरं मेरोः प्रदक्षिणेन परिभ्रमणगतिं कुर्वन्ति । तत्र
घटिकाप्रहरदिवसादिरूपः स्थूलव्यवहारकालः समयनिमिषादिसूक्ष्मव्यवहारकालवत् यद्यप्यनादि-
निधनेन समयघटिकादिविवक्षितविकल्परहितेनकालाणुद्रव्यरूपेण निश्चयकालेनोपादानभूतेन
जन्यते तथापि चन्द्रादित्यादिज्योतिष्कदेवविमानगमनागमनेन कुम्भकारेण निमित्तभूतेन
मृत्पिण्डोपादानजनितघट इव व्यज्यते प्रकटीक्रियते ज्ञायते तेन कारणेनोपचारेण
ज्योतिष्कदेवकृत इत्यभिधीयते । निश्चयकालस्तु तद्विमानगतिपरिणतेर्बहिरङ्गसहकारिकारणं
भवति कुम्भकारचक्रभ्रमणस्याधस्तनशिलावदिति ।
इदानीमर्धतृतीयद्वीपेषु चन्द्रादित्यसंख्या कथ्यते । तथाहि — जम्बूद्वीपे चन्द्रद्वयं सूर्यद्वयं
च, लवणोदे चतुष्टयं, धातकीखण्डद्वीपे द्वादश चन्द्रादित्याश्च, कालोदकसमुद्रे
द्विचत्वारिंशच्चन्द्रादित्याश्च, पुष्करार्धे द्वीपे द्वासप्ततिचन्द्रादित्याः चेति । ततः परं
भरतैरावतस्थितजम्बूद्वीपचन्द्रसूर्ययोः किमपि विवरणं क्रियते । तद्यथा — जम्बूद्वीपाभ्यन्तरे
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૫૧