તેના મધ્યભાગમાં આવેલા મનુષ્ય લોકના પ્રતિપાદન વડે સંક્ષેપમાં મધ્યમલોકનું વ્યાખ્યાન
સમાપ્ત થયું. મનુષ્યલોકમાં ત્રણસો અઠાણું અને તિર્યક્લોકમાં નન્દીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ અને
રુચકદ્વીપમાં ક્રમશઃ બાવન, ચાર અને ચાર અકૃત્રિમ, સ્વતંત્ર જિનગૃહો જાણવાં.
પૃથ્વીતળથી સાતસો નેવું યોજન ઉપર આકાશમાં તારાનાં વિમાનો છે, તેનાથી દશ યોજન
ઉપર સૂર્યનાં વિમાનો છે, તેનાથી એંસી યોજન ઉપર ચંદ્રનાં વિમાનો છે, ત્યાર પછી
ત્રૈલોક્યસારમાં કહેલ ક્રમ પ્રમાણે ચાર યોજન ઉપર અશ્વિની આદિ નક્ષત્રોનાં વિમાન છે,
તેના પછી ચાર યોજન ઉપર બુધનાં વિમાન છે, તેના પછી ત્રણ યોજન ઉપર શુક્રનાં વિમાન
છે, પછી ત્રણ યોજન ઉપર બૃહસ્પતિનાં વિમાન છે, ત્યાર પછી ત્રણ યોજન ઉપર મંગળનાં
વિમાન છે, ત્યાંથી પણ ત્રણ યોજન ઉપર શનિશ્ચરનાં વિમાન છે. તે જ કહ્યું છે
मध्यमलोकव्याख्यानं समाप्तम्
स्वतन्त्रजिनगृहा ज्ञातव्याः
परमशीतियोजनानि गत्वा चन्द्रविमानाः, ततोऽपि त्रैलोक्यसारकथितक्रमेण योजनचतुष्टयं गते
अश्विन्यादिनक्षत्रविमानाः, ततः परं योजनचतुष्टयं गत्वा बुधविमानाः, ततः परं योजनत्रयं
गत्वा शुक्रविमानाः, ततः परं योजनत्रये गते बृहस्पतिविमानाः, ततो योजनत्रयानन्तरं
मंगलविमानाः, ततोऽपि योजनत्रयान्तरं शनैश्वरविमाना इति