યોજન છે. નદીની પાસે વક્ષાર પર્વતોની ઊંચાઈ અને અંતમાં નીલ નિષધની પાસે ચારસો
યોજન છે. મેરુ પર્વત સિવાય બાકીના પર્વતોની ઊંચાઈ જેવી જંબૂદ્વીપમાં કહી હતી, તેવી
જ પુષ્કરાર્ધ સુધીના દ્વીપોમાં જાણવી. તથા ક્ષેત્ર, પર્વત નદી, દેશ, નગરાદિનાં નામ પણ
તે જ છે. તેવી જ રીતે બે કોશ ઊંચી, પાંચસો ધનુષ્ય પહોળી, પદ્મરાગ રત્નમય વનાદિની
વેદિકા પણ બધે સમાન છે. આ પુષ્કરાર્ધદ્વીપમાં પણ ચક્રના આરાના આકારના પર્વતો અને
આરાનાં છિદ્રો જેવાં ક્ષેત્રો જાણવાં. માનુષોત્તર પર્વતના અંદરના ભાગમાં જ મનુષ્યો રહે
છે, બહારના ભાગમાં નહીં. તે મનુષ્યોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ
પલ્યનું અને મધ્યમાં મધ્યમ ભેદો અનેક છે. તિર્યંચોનું આયુષ્ય પણ મનુષ્યોની સમાન છે.
આ રીતે અસંખ્ય દ્વીપ – સમુદ્રોમાં વિસ્તૃત તિર્યક્
– લોકની મધ્યમાં અઢીદ્વીપપ્રમાણ
મનુષ્યલોકનું સંક્ષેપમાં વ્યાખ્યાન કર્યું.
હવે, માનુષોત્તર પર્વતથી બહારના ભાગમાં સ્વયંભૂરમણ દ્વીપના અર્ધભાગને
વીંટળાઈને જે નાગેન્દ્ર નામનો પર્વત છે, તેના પૂર્વ ભાગમાં જે અસંખ્ય દ્વીપ – સમુદ્રો છે,
તેમાં જો કે ‘વ્યંતરદેવ નિરંતર રહે છે’ એ વચન પ્રમાણે વ્યંતર દેવોના આવાસ છે તથા
એક પલ્યપ્રમાણ આયુષ્યવાળા તિર્યંચોની જઘન્ય ભોગભૂમિ પણ છે, એમ જાણવું. નાગેન્દ્ર
પર્વતની બહાર સ્વયંભૂરમણ અર્ધદ્વીપમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં વિદેહક્ષેત્ર સમાન સદૈવ
शतपञ्चकं, नील निषध पार्श्वे गजदन्तानि योजन चतुः शतानि । नदीसमीपे वक्षारेषु
चान्त्यनिषधनीलसमीपे चतुःशतं च । शेषपर्वतानां च मेरुं त्यक्त्वा यदेव जम्बूद्वीपे भणितं
तदेवार्धतृतीयद्वीपेषु च विज्ञेयम् । तथा नामानि च क्षेत्रपर्वतनदीदेशनगरादीनां तान्येव । तथैव
क्रोशद्वयोत्सेधा पञ्चशतधनुर्विस्तारा पद्मरागरत्नमयी वनादीनां वेदिका सर्वत्र समानेति ।
अत्रापि चक्राराकारवत्पर्वता आरधिवरसंस्थानानि क्षेत्राणि ज्ञातव्यानि । मानुषोत्तर-
पर्वतादभ्यन्तरभाग एव मनुष्यास्तिष्ठन्ति, न च बहिर्भागे । तेषां च जघन्यजीवितमन्त-
र्मुहूर्तप्रमाणम्, उत्कर्षेण पल्यत्रयं, मध्ये मध्यमविकल्पा बहवस्तथा तिरश्चां च ।
एवमसंख्येयद्वीपसमुद्रविस्तीर्णतिर्यग्लोकमध्येऽर्धतृतीयद्वीपप्रमाणः संक्षेपेण मनुष्यलोको
व्याख्यातः ।
अथ मानुषोत्तरपर्वतसकाशाद्वबहिर्भागे स्वयम्भूरमणद्वीपार्धं परिक्षिप्य योऽसौ
नागेन्द्रनामा पर्वतस्तस्मात्पूर्वभागे ये संख्यातीता द्वीपसमुद्रास्तिष्ठन्ति तेषु यद्यपि ‘व्यन्तरा
निरन्तरा’ इति वचनाद् व्यन्तरदेवावासास्तिष्ठन्ति तथापि पल्यप्रमाणायुषां तिरश्चां सम्बन्धिनी
जघन्यभोगभूमिरिति ज्ञेयम् । नागेन्द्रपर्वताद्बहिर्भागे स्वयम्भूरमणद्वीपार्धे समुद्रे च
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૪૯