અપેક્ષાએ બમણા નથી. કુલપર્વતો વિસ્તારની અપેક્ષાએ બમણા છે, પણ લંબાઈની અપેક્ષાએ
બમણા નથી. તે ધાતકીખંડ દ્વીપમાં જેવા ચક્રના આરા હોય છે, તેવા આકારના કુલાચલ
છે. જેમ ચક્રના આરામાં છિદ્રો અંદરની તરફ સાંકડા હોય છે અને બહારની તરફ પહોળા
હોય છે, તેમ ક્ષેત્રોનો આકાર જાણવો.
આ પ્રકારના ધાતકીખંડ દ્વીપને આઠ લાખ યોજનનો ગોળ વિસ્તારવાળો કાલોદક
સમુદ્ર વીંટળાયેલો છે. તે કાલોદક સમુદ્રની બહાર આઠ લાખ યોજન ચાલતાં
પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં, ગોળાકારે, ચારે દિશાઓમાં માનુષોત્તર નામનો પર્વત છે.
તે પુષ્કરાર્ધદ્વીપમાં પણ ધાતકીખંડ દ્વીપની પેઠે દક્ષિણ અને ઉત્તર દિશામાં ઇક્ષ્વાકાર નામના
બે પર્વત છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશામાં બે નાના મેરુ છે. એવી જ રીતે ભરતાદિ
ક્ષેત્રોના વિભાગ જાણવા. પરંતુ જંબૂદ્વીપના ભરતાદિની સંખ્યાની અપેક્ષાએ અહીં ભરતાદિ
ક્ષેત્ર બમણાં છે, ધાતકીખંડ દ્વીપના ભરતાદિની સંખ્યાની અપેક્ષાએ નહિ. કુલાચલોની
ઊંચાઈ તથા પહોળાઈ ધાતકીખંડના કુલાચલોની અપેક્ષાએ બમણી છે. દક્ષિણમાં વિજયાર્ધ
પર્વતની ઊંચાઈનું પ્રમાણ પચીસ યોજન, હિમવત્ પર્વતની ઊંચાઈ સો યોજન, મહા હિમવત્
પર્વતની ઊંચાઈ બસો યોજન અને નિષધ પર્વતની ઊંચાઈ ચારસો યોજન છે. ઉત્તર
ભાગમાં પણ પર્વતોની ઊંચાઈનું પ્રમાણ તેવી જ રીતે છે. મેરુની સમીપમાં ગજદંતોની
ઊંચાઈ પાંચસો યોજન છે અને નીલ તથા નિષધ પર્વતોની પાસે ગજદંતોની ઊંચાઈ ચારસો
द्विगुणा, नत्वायामं प्रति । तत्र धातकीखण्डद्वीपे यथा चक्रस्यारास्तथाकाराः कुलपर्वता
भवन्ति । यथा चाराणां विवराणि छिद्राणि मध्यान्यभ्यन्तरे सङ्कीर्णानि बहिर्भागे विस्तीर्णानि
तथा क्षेत्राणि ज्ञातव्यानि ।
इत्थंभूतं धातकीखण्डद्वीपमष्टलक्षयोजनवलयविष्कम्भः कालोदकसमुद्रः परिवेष्ट्य
तिष्ठति । तस्माद्बहिर्भागे योजनलक्षाष्टकं गत्वा पुष्करवरद्वीपस्य अर्द्धे वलयाकारेण
चतुर्दिशाभागे मानुषोत्तरनामा पर्वतस्तिष्ठति । तत्र पुष्करार्धेऽपि धातकीखण्डद्वीप-
वद्दक्षिणोत्तरेणेक्ष्वाकारनामपर्वतद्वयं पूर्वापरेण क्षुल्लकमेरुद्वयं च । तथैव भरतादिक्षेत्रविभागश्च
बोधव्यः । परं किन्तु जम्बूद्वीपभरतादिसंख्यापेक्षया भरतक्षेत्रादिद्विगुणत्वं, न च
धातकीखण्डापेक्षया । कुलपर्वतानां तु धातकीखण्डकुलपर्वतापेक्षया द्विगुणो विष्कम्भ
आयामश्च । उत्सेधप्रमाणं पुनः दक्षिणभागे विजयार्धपर्वते योजनानि पञ्चविंशतिः हिमवति
पर्वते शतं, महाहिमवति द्विशतं, निषधे चतुःशतं, तथोत्तरभागे च । मेरुसमीपगजदन्तेषु
૧૪૮ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ