આ રીતે સંક્ષેપથી જંબૂદ્વીપનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
જેવી રીતે બધા દ્વીપ અને સમુદ્રોમાં, દ્વીપ અને સમુદ્રની હદ આંકનારી આઠ યોજન
ઊંચી વજ્રની દિવાલ હોય છે, તેવી રીતે જંબૂદ્વીપમાં પણ છે; એમ જાણવું. તે વેદિકાની
બહાર બે લાખ યોજન પહોળો, ગોળાકાર, આગમમાં કહ્યા પ્રમાણે સોળ હજાર યોજન
જળની ઊંડાઈ આદિ અનેક આશ્ચર્યો સહિત લવણ સમુદ્ર છે, તેની બહાર ચાર લાખ યોજન
ગોળ વિસ્તારવાળો ધાતકીખંડ દ્વીપ છે, ત્યાં દક્ષિણ ભાગમાં લવણોદધિ અને કાલોદધિ એ
બે સમુદ્રોની વેદિકાને સ્પર્શનાર દક્ષિણ – ઉત્તર પથરાયેલો, એક હજાર યોજનના
વિસ્તારવાળો, ચારસો યોજન ઊંચો ઇક્ષ્વાકાર નામનો પર્વત છે. તેવી જ રીતે ઉત્તર ભાગમાં
પણ એક ઇક્ષ્વાકાર પર્વત છે. તે બે પર્વતોથી વિભાજિત, પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ
ધાતકીખંડ એવા બે ભાગ જાણવા. પૂર્વ ધાતકીખંડ દ્વીપની વચમાં ચોરાસી હજાર યોજન
ઊંચો અને એક હજાર યોજન ઊંડો નાનો મેરુ છે. તથા પશ્ચિમ ધાતકીખંડમાં પણ એક
નાનો મેરુ છે. જેવી રીતે જંબૂદ્વીપના મહામેરુના ભરતાદિક્ષેત્ર, હિમવત્ આદિ પર્વત, ગંગા
આદિ નદી અને પદ્મ આદિ હ્દોનું દક્ષિણ અને ઉત્તર દિશા સંબંધી વર્ણન કર્યું છે, તેમ
આ પૂર્વ ધાતકીખંડના અને પશ્ચિમ ધાતકીખંડના મેરુ સંબંધી પણ જાણવું. તેથી ધાતકીખંડમાં
જંબૂદ્વીપની અપેક્ષાએ સંખ્યામાં ભરતક્ષેત્રાદિ બમણા થાય છે, પરંતુ લંબાઈ – પહોળાઈની
बोधव्या वासगणनाओ ।।१।।’’ इति संक्षेपेण जम्बूद्वीपव्याख्यानं समाप्तम् ।
तदनन्तरं यथा सर्वद्वीपेषु सर्वसमुद्रेषु च द्वीपसमुद्रमर्यादाकारिका योजनाष्टकोत्सेधा
वज्रवेदिकास्ति तथा जम्बूद्वीपेप्यस्तीति विज्ञेयम् । यद्बहिर्भागे योजनलक्षद्वयवलयविष्कम्भ
आगमकथितषोडशसहस्रयोजनजलोत्सेधाद्यनेकाश्चर्य सहितो लवणसमुद्रोऽस्ति । तस्मादपि
बहिर्भागे योजनलक्षचतुष्टयवलयविष्कम्भो धातकीखण्डद्वीपोऽस्ति । तत्र च दक्षिणभागे
लवणोदधिकालोदधिसमुद्रद्वयवेदिकास्पर्शी दक्षिणोत्तरायामः सहस्रयोजनविष्कम्भः
शतचतुष्टयोत्सेध इक्ष्वाकारनामपर्वतः अस्ति । तथोत्तरविभागेऽपि । तेन पर्वतद्वयेन खण्डीकृतं
पूर्वापरधातकीखण्डद्वयं ज्ञातव्यम् । तत्र पूर्वधातकीखण्डद्वीपमध्ये चतुरशीतिसहस्रयोजनोत्सेधः
सहस्रयोजनावगाहः क्षुल्लकमेरुरस्ति । तथा पश्चिमधातकीखण्डेऽपि । यथा जम्बूद्वीपमहामेरोः
भरतादिक्षेत्रहिमवदादिपर्वतगङ्गादिनदीपद्मादिह्दानां दक्षिणोत्तरेण व्याख्यानं कृतं तथात्र
पूर्वधातकीखण्डमेरौ पश्चिमधातकीखण्डमेरौ च ज्ञातव्यम् । अत एव जम्बूद्वीपापेक्षया संख्यां प्रति
द्विगुणानि भवन्ति भरतक्षेत्राणि, न च विस्तारायामापेक्षया । कुलपर्वताः पुनर्विस्तारापेक्षयैव
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૪૭